Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

પી.જી.વી.સી.એલ. અને સિકયુરિટી એજન્સીના ૧૪ એકસ આર્મિમેનની વસુલાત અરજી નામંજુર

રાજકોટ તા.૨૧: પી.જી.વી.સી.એલ. તેમજ સિકયુરિટી એજન્સી વિરૂદ્ધ ૧૪ એકસ. આર્મિમેનની વસુલાત સંબંધે થયેલ અરજી મજુર અદાલતે રદ્દ કરી હતી.

આ કેસની હકીકત એવી છે કે જય સિકયુરિટી એન્ડ પ્રોટેકસન પ્રાઇવેટ લીમીટેડમાં કામ કરતા ૧૪ એકસ. આર્મીમેનો દ્વારા ડી.જી.આર. રેટ મુજબ પગાર મળવા બાબતે મજુર અદાલત જુનાગઢ સમક્ષ રીકવરી અરજીઓ દાખલ કરી હતી.

મજુર અદાલત જુનાગઢના ન્યાયધીશ દ્વારા બંને પક્ષકારોની દલીલો તેમજ કેસમાં પડેલ લેખીત તેમજ મોૈખિક પુરાવા ધ્યાનેે લીધા બાદ એવા તારણો પર આવેલ કે, અરજદારની તકરારનું સ્વરૂપ તથા માગવામાં આવેલ દાદ અનુસારનો ન્યાય નિર્ણય કરવા માટે ઓૈદ્યોગિક તકરાર અધિનિયમ પરિશિષ્ઠ માં અદાલતની હકુમત બાબતે જણાવવામાં આવેલ છે તે ધ્યાને લેતા અરજીમાં માગવામાં આવેલ દાદ મંજુર થવા અંગે અદાલતને સતા ન હોવાનું ફલીત થાય છે. તેમજ ઓૈદ્યોગિક તકરાર અધિનિયમ કલમ ૩૩-સી(ર) ધ્યાને લેતા માલિક પાસેથી એવા જ હક્કો, લાભો આપી શકાય કે જે મેળવવા અરજદાર હકદાર હોય. આમ કાયદા મુજબ કોર્ટ એકઝીકયુટીવ કોર્ટ છે જેથી જયાં સુધી રકમ ચુકવવા બાબતે પ્રસ્થાપિત હુકમ થયેલ ન હોય તેવા સંજોગોમાં અરજદારો આવી માંગણી કરવા હકદાર થતા નથી. તદ્દ ઉપરાંત ગુજરાત હાઇકોર્ટના હીતેન્દ્ર લક્ષ્મીચંદ્ર સોનીના કેસમાં પ્રસ્થાપિત થયેલ સિદ્ધાંતો ધ્યાને લઇ હાલના અરજદારો માંગ્યા મુજબની લેણી રકમ મેળવવા પ્રસ્થાપિત થયેલ સિદ્ધાંતો ધ્યાને લઇ હાલના અરજદારો માંગ્યા મુજબની લેણી રકમ મેળવવા પ્રસ્થાપિત હીત તથા અધિકાર હોવાનું પુરવાર કરી શકેલ ન હોય જેથી તમામ કોન્ટ્રેકટર એજન્સીના એકસ.આર્મીમેનની વસુલાત અરજી રદ્દ કરેલ હતી.

આ કેસમાં પી.જી.વી.સી.એલ. કોર્પોરેટ ઓફીસ રાજકોટ તથા સર્કલ ઓફીસ જુનાગઢ અને ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લીમીટેડ વડોદરા, તરફે મજુર કાયદાના એડવોકેટ એસ.બી. ગોગીયા એસોસીએટ વતી શ્રી અનીલ એસ. ગોગીયા, પ્રકાશ એસ. ગોગીયા(ગુજરાત હાઇકોર્ટ) તેમજ સીન્ધુબેન ગોગીયા રોકાયેલા હતા.

(3:30 pm IST)