Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

રેસકોર્ષમાં સ્વીમીંગ પુલ પર કલોરીન ગેસ લીકેજ મોકડ્રીલ યોજાઇ

રાજકોટઃ શહેરના  રેસકોર્ષ સંકુલમાં આવેલ લોકમાન્ય તિલક સ્વીમીંગપુલ પર તા. ૨૧-૧-૨૦૧૯, સોમવારના રોજ કલોરીન યુનિટમાં લીકેજ થતાં ઓપરેટરીંગ સ્ટાફ દ્વારા તાત્કાલીક કેમીસ્ટશ્રી તથા ફાયરબ્રીગેડને જાણ કરતા કે.પી. દેથરીયા તથા ના.કા.ઇ. એચ.એમ. ખખ્ખરની હાજરીમાં કેમીસ્ટ કે.એ. મેસ્વાણી, એચ.સી. નાગપરા, એ.બી. જાડેજા, એમ.જે. રાઠોડ, કલ્પેશ વ્યાસ તથા કલોરીન અટેન્ડન્ટ મયુર સાગલાણી તેમજ સ્ટેશન ઓફીસર એસ.આર. નલીયાપરા, રાજેન્દ્રસિંહ ભટ્ટી અને ચીફ ફાયરઓફીસર  બી.જે. ઠેબા ની ફાયરમેનની ટીમ જયેશભાઇ ડાભી, હરેશ શિયાળ, જયસુખ ધરેજીયા, ઇમરજન્સી રીસપોન્સ સેન્ટરના સ્ટાફ તથા સ્વીમીંગપુલ પરના ઓપરેટરીંગ સ્ટાફ દ્વારા લીકેજ બંધ કરી પરિસ્થિતિ કાબુમાં મેળવેલ. સમગ્ર ઘટના અન્વયે કાર્યપાલક ઇજનેર વી.સી. રાજયગુરૂ તથા ચીફ ફાયર ઓફીસર બી.જે. ઠેબાનો સંપર્ક કરતા તેઓ દ્વારા એવું જણાવેલ કે આ એક મોકડ્રીલ હતી. તેથી કલોરીન ગેસને યોગ્ય રીતે હેન્ડલીંગ કરવા માટે મહાનગરપાલિકાના કર્મચારીઓમાં આ બાબતની જાણકારી મળે તેવા સતર્કતા રહે તે હેતુથી આ મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલ.(૧.૩૩)

(3:25 pm IST)