Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

રાજકોટમાં ઇ-સિગારેટનું દુષણઃ શાળા-કોલેજો આસપાસ આ સિગારેટ ઉપરાંત અન્ય તમાકુ સામે ઝુંબેશ

૧૦૦મીટરની ત્રીજયામાં કોઇ પણ તમાકુ વેચી ન શકાયઃ એડી. કલેકટર દ્વારા ટીમો બનાવી ચેકીંગ કરવા આદેશ

રાજકોટ, તા.,ર૧: રાજકોટ સહિત રાજયભરમાં ઇ-સીગારેટનું દુષણ ફુલ્યુ ફાલ્યાનુંએક ચોંકાવનારા રીપોર્ટમાં બહાર આવ્યું છે. આ નશામુકત ચીજમાં ખાલી એક લીકવીડના ટીપા નાખવાના હોય છે તેમાં ધુમાડો પણ નથી નીકળતો યુવા વર્ગમાં છાનેખુણે આ ભયંકર નશો થઇ રહયાનું બહાર આવ્યું છે. નેશનલ લેવલનો આ ઇસ્યુ હોવાનું પણ ચર્ચામાં છે.

તાજેતરમાં શનિવારે કલેકટર કચેરીમાં મળેલ ફરીયાદ સંકલન મીટીંગમાં પણ આ મુદ્દો ઉઠયો હતો.  દરમિયાન એડી. કલેકટર શ્રી પરીમલ પંડયાએ અકિલાને જણાવ્યું હતું કે ઇ-સીગારેેટ અંગે પ્રતિબંધાત્મક બાબત તો છે જ પરંતુ આ ઉપરાંત શાળા-કોલેજો આસપાસ ૧૦૦ મીટરની ત્રીજયામાં કોઇ પણ પ્રકારની તમાકુ-સિગારેટ-પાન-ફાકીના વેચાણ ઉપર પ્રતિબંધ છે. આથી કોર્પોરેશન-મેડીકલ ઓફીસરો-જીલ્લા શિક્ષણાધીકારીને શહેર-જીલ્લા માટે ટીમો બનાવી ચેકીંગ કરવા અને સ્થળ ઉપર જ દંડ ફટકારવા આદેશ કરાયાનું પંડયાએ ઉમેર્યુ હતું.

(3:19 pm IST)