Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

માલવીયાનગર પોલીસે ૫૩ બોટલ દારૂ પકડ્યોઃ રિક્ષા મુકી હિરેન છનનન

રાજકોટઃ માલવીયાનગર પોલીસે ડીસીપી મનોહરસિંહ જાડેજાની રાહબરી હેઠળ એસટી વર્કશોપ પાછળ આંબેડકરનગર-૯માં રહેતાં હિરેન શામજીભાઇ ચંદ્રપાલની રિક્ષા જીજે૩બીયુ-૫૩૯૫ અટકાવતાં તે રેઢી મુકી ભાગી ગયો હતો. રિક્ષામાંથી રૂ. ૨૧૨૦૦નો ૫૩ બોટલ દારૂ મળતાં કબ્જે કર્યો છે. પી.આઇ. એન. એન. ચુડાસમા, પીએસઆઇ આર. એ. જાડેજા, હેડકોન્સ. રાહીદભાઇ, કોન્સ. કુલદીપસિંહ, ભાવેશભાઇ, હરપાલસિંહ, ભાવીનભાઇ, દિલીપસિંહ, જયદિપસિંહ સહિતે આ કામગીરી કરી હતી. દેસાઇ, ધર્મેન્દ્રસિંહ ઝાલા, આર. કે. જાડેજા, કોન્સ. ક્રિપાલસિંહ ચુડાસમા, નરેન્દ્રભાઇ ગઢવી, ક્રિપાલસિંહ જાડેજા, પ્રતાપસિંહ મોયા, સુધીરસિંહ જાડેજા સહિતે આ દરોડો પાડ્યો હતો.

(12:03 pm IST)