Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

૮૩ વર્ષે શાસ્ત્રીય સંગીતની સેવા કરે છે દિનુભાઈ મહેતા

સામાન્ય માણસને રાગનું જ્ઞાન થાય તે માટે ૪૫ રાગોમાં સ્વર દર્શાવી રામધુન ગાય છે

રાજકોટઃ કહેવાય છે કે સંગીત ને ઉંમર સાથે કોઇ નિસ્બત નથી. રાજકોટના એ.જી. ઓફિસના નિવૃત કર્મચારી સંગીત વિશારદ દિનકરભાઇ (દિનુભાઇ) મહેતા વર્ષોથી શાસ્ત્રીય સંગીતની સેવા કરે છે અને આજે ૮૩ વર્ષે પણ તે સીલસિલો ચાલુ જ છે.

લગભગ ૫૦ વર્ષ પહેલા દિનુભાઇ મહેતાએ તેમના ગુરૂ શ્રી બાબુભાઇ અંધારિયા પાસેથી સંગીતની તાલીમ મેળવી હતી. તેમણે ગાયનમાં વિશારદ કર્યું છે. સાથે વાયોલિન, ગીટાર અને કિ-બોર્ડ પણ વગાડી જાણે છે. તેમણે તાજેતરમાં સામાન્ય માણસોને રાગોનું જ્ઞાન થાય તે માટે શાસ્ત્રીય સંગીતમાં આવતા ૪૫ રાગો ને લઇ ''શ્રી રામ જય રામ જય જય રામ''ની ધૂન ગાય એક સીડી બહાર પાડી છે. જેમાં દિનુભાઇએ રાગનું નામ લઇ તેની પાંચ વાર સ્થાઇ અને પાંચ વાર અંતરા સ્વરોમાં ગાયા છે અને તેના પર શ્રી રામ ધુન ગાઇ રાગોની સરળતા સમજાવી છે. આવા ૪૫ રાગો તેમણે ગાય સંભળાવ્યા છે.

દિનુભાઇ મહેતા છેલ્લા ૨૫ વર્ષથી નિવૃત છે અને હાલ સંગીતની સેવા જ કરે છે. તેમની પાસે વેસ્ટર્ન નોટેશનનું પણ એટલું જ કલેકશન છે. તેઓ વિદ્યાર્થીઓને સંગીત શીખવે પણ છે. ૧૯૫૫ થી ૬૦ ની સાલમાં દિનુભાઇએ મુકેશ, તલત મહેમુદ અને રફી સાહેબને રાજકોટમાં બહુ નજીકથી લાઇવ સાંભળ્યા હતા. દિનુભાઇ કહે છે શાસ્ત્રીય સંગીત શીખવું ખુબ સહેલુ છે. નિશાળમાં વિદ્યાર્થીઓને શિખવવામાં આવે તો નવી પેઢી તૈયાર થાય. ૪૫ રાગોમાં રામધુનની સીડી મેળવવા દિનુભાઇ મહેતા, ''ગીત-સંગીત''કાશીવિશ્વનાથ પ્લોટ શેરી નં -૧, સદર, રાજકોટ મો. ૭૮૭૪૦૬૮૦૬૭ પર સંપર્ક યાદીમાં જણાવાયું છે.

ક્રમ

રાગનું નામ

ક્રમ

રાગનું નામ

ક્રમ

રાગનું નામ

યમનકલ્યાણ

૧૬

હંસધ્વની

૩૧

હમીર

માલકૌસ

૧૭

જયજયવંતી

૩૨

ભૈરવી

કેદાર

૧૮

આહીર ભૈરવ

૩૩

યમન કલ્યાણ

ભૂપાલી

૧૯

દેશ

૩૪

જાજોરી

બાગેશ્રી

૨૦

જોગીયા

૩૫

અભોગી કાનડા

દુર્ગા

૨૧

કાફી

૩૬

બીલાવલ

ભીમપલાસી

૨૨

સારંગ

૩૭

રાગ ભટીયાર

દેશી

૨૩

પુરીયા

૩૮

રાગ માલગુંજા

તોડી

૨૪

બિહાગ

૩૯

રાગ લલીત

૧૦

દરબરી- કાનડા

૨૫

પૂરીયાઘનાશ્રી

૪૦

રાગ હીંડોળ

૧૧

વૈરાગી- ભૈરવ

૨૬

મધુવંન્તી

૪૧

રાગ મધુકૌષ

૧૨

કીરવાણી

૨૭

ચારુકેશી

૪૨

રાગ માંડ

૧૩

આશાવરી

૨૮

મારુબીહાગ

૪૩

રાગ પરમેશ્વરી

૧૪

કલાવતી

૨૯

ભૈરવ

૪૪

રાગેશ્રી

૧૫

મેઘ

૩૦

શીવરંજની

૪૫

જોગ

(2:48 pm IST)
  • ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી પહેલા યોગી સરકારે બજેટનો પટારો ખોલ્યો : ફાયનાન્સ મિનિસ્ટર સુરેશ ખન્નાએ અત્યાર સુધીનું સૌથી મોટું 5,50,270 કરોડ રૂપિયાનું પેપરલેસ બજેટ ધારાસભામાં રજૂ કર્યું : અયોધ્યા નગરી માટે 140 કરોડ ,વેક્સીન માટે 50 કરોડ ,ખેડૂતોને મફત પાણી આપવા માટે 700 કરોડ ,તથા મહિલા શક્તિ કેન્દ્રોની સ્થાપના માટે 32 કરોડ રૂપિયાની ફાળવણી સાથે 2021-22 ની સાલનું બજેટ પેશ કરાયું access_time 1:54 pm IST

  • એરપોર્ટ ઉપર અંધાધુંધી : અમદાવાદ એરપોર્ટ ઉપર ભારે ધમાલઃ સોશ્યલ ડીસ્ટન્સની પરવાહ કોઈએ રાખી નહિઃ અદાણી મેનેજમેન્ટ સામે નારાજગીઃ લોકો ૫ કલાક સુધી ફસાયેલા રહ્યા access_time 4:32 pm IST

  • પુડ્ડુચેરીના કોîગ્રેસી મુખ્યમંત્રી કે. નારણસામી રાજીનામુ આપી રહ્ના છે : તેમના ૫ સભ્યો તૂટી જતા લઘુમતીમાં મૂકાઈ ગયેલા કોîગ્રેસી મુખ્યમંત્રી બળાબળના પારખા પહેલા જ રાજીનામુ આપી રહ્નાના નિર્દેશો મળી રહ્ના છે access_time 11:36 am IST