Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

વેપારી સાથે દોઢસો કિલો કાજુની છેતરપીંડી કરનારા અબુડીયા ટબુડીયા ગેંગના ત્રણ પકડાયા

૧૦ વર્ષથી અબુડીયા ટબુડીયા ગેંગના આઠ સભ્યોએ સૌથી વધુ વેપારીઓને છેતર્યા : ફેસબુક ગૃપમાં વેપારીનો સંપર્ક કરી છેતરપીંડી આચરતા'તા : તાલુકા પોલીસની ટીમે રમણીક પઢીયાર, રમેશ પઢીયાર અને ભરત પરમારને ટંકારા પાસેથી દબોચ્યા : અબુડીયા ટબુડીયા ગેંગના ઘરમાં કાર્ટુન તથા અલગ અલગ ચિત્રો દોરેલા હોઇ તેથી આ ગેંગનું નામ અબુડીયા ટબુડીયા નામ પડયું હોવાનું જાણવા મળ્યું છે : અબુડીયા ટબુડીયા ગેંગે એક વેપારી સાથે ૪૦ કિલો પેંડાની છેતરપીડી આચરી'તી : થોડા ખાધાને બાકીના જુદી જુદી જગ્યાએ વિતરણ કરી દીધા'તા

એસીપી જે.એસ. ગેડમ, તાલુકા પોલીસ મથકના પીઆઇ જે.વી.ધોળા તથા અબુડીયાટ બુડીયા ગેંગના સભ્યો અને કબ્જે કરેલ એ.સી. નજરે પડે છે.

રાજકોટ, તા. ર૯ :  શહેરના બાપાસીતારામ ચોકમાં આવેલા ઉમીયા ડ્રાયફૂડના વેપારી સાથે ૧ લાખના કાજુની છેતરપીંડી આચરનારા જોડીયાના પીઠળ ગામની અબુડીયા ટબુડીયા ગેંગના ત્રણ સભ્યોને તાલુકા પોલીસે ટંકારા પાસેથી ઝડપી લીધા હતા.

મળતી વિગત મુજબ યુનિવર્સિટી રોડપર રવીરત્ન પાર્કમાં રત્નસાગર એપાર્ટમેન્ટમાં રહેતા અને બાપાસીતારામ ચોક પાસે રહેતા ડ્રાઇફૂટના વેપારી અભિષેક ભાઇ વિજયભાઇ કણસાગરા (ઉ.વ.ર૩) નો ફેેસબુક ગૃપ મારફતે સંપર્ક કરી તેના મોબાઇલ નંબર મેળવ્યા બાદ રમણીક પઢીયાર સહિતના શખ્સોએ દોઢસો કિલો કાજુ મંગાવ્યા હતા. બાદ અભિષેકભાઇ દોઢસો કિલો કાજુ લઇને લજજાઇ ગામે બોલાવ્યા હતા ત્યારે અભિષેકભાઇ કાજુ આપવા માટે ગયા ત્યારે આ ગેંગના રમણીક પઢીયાર સહિતે રૂ. ૧,૦૦,૮૦૦ આપવા માટે તેને એટીએમમાં લઇ ગયા હતા બાદ કોઇપણ બહાનુ કરી ત્યાંથી બીજા એટીએમમાં લઇ ગયા હતા ત્યાં પણ એટીએમમાં પૈસા ન હોવાનું બહાનું કાઢી સંંબંધી પાસેથી પૈસા લઇને તમને આપી દેશુ તેમ કહી વેપારી અભિષેકભાઇને વિશ્વાસમાં લઇ દોઢસો કિલો કાજુનો જથ્થો લઇ જઇ છેતરપીંડી આચરી હતી. આ મામલે વેપારી અભિષેકભાઇ પટેલે તા. રપ-૬- ના રોજ તાલુકા પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી. આ મામલે વેપારી અભિષેકભાઇ પટેલે તા. રપ/૬ના રોજ તાલુકા પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી.

દરમિયાન શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા, તથા એસીપી જે.એસ. ગેડમની સુચનાથી તાલુકા પોલીસ મથકના પીઆઇ જે.વી. ધોળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એન.ડી. ડામોર, એન. કે.રાજપુરોહિત, એ.એસ.આઇ. હર્ષદસિંહ ચુડાસમા, અરજણભાઇ ઓડેદરા, ભગીરથસિંહ ઝાલા, મનીષભાઇ, છત્રપાલસિંહ, હંસરાજસિંહ, અને  મહેશભાઇ સેગલીયા સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમીના આધારે પટેલ વેપારી સાથે છેતરપીંડી આચરનારા અબુડીયાટબુડીયા ગેંગના રમણીક ચમનભાઇ પઢીયાર (ઉ.વ.૩ર), રમેશ કરશનભાઇ પઢીયાર (ઉ.વ.૪૭) (રહે. બંને પીઠવા તા. જોડીયા) અને ભરત વાઘજીભાઇ પરમાર (ઉ.વ.૪ર)  (રહે. ધુંજડા ખાનપર તા. ટંકારા)ને ટંકારા પાસેથી પકડી લીધા હતા. પોલીસે ત્રણેય પાસેથી દોઢસો કિલોકાજુ , બે લાખના ત્રણ એ.સી. કબ્જે કર્યા હતા.

પોલીસની પુછપરછમાં અબુડીયા ટબુડીયા ગેંગના ૯ સભ્યોની ગેંગ દસ વર્ષથી સૌરાષ્ટ્રભરમાં સક્રિય છે. આ ગેંગ સૌથી વધુ વેપારીઓ સાથે છેતરપીંડી આચર્યાનું જાણવા મળ્યુ હતું. પકડાયેલા રમણીક રમેશ અને ભરત સહિતની ગેંગના સભ્યો પ્રથમ ફેસ બુક ગૃપ મારફેત વેપારીઓ કોન્ટેકટ કરી ફેસબુકમાંથી વેપારીના ફોન નંબર મેળવી તેની સાથે વાતચીત કરીને ચીજ વસ્તુઓ ઓર્ડર લખાવતા હતા અને ડીલેવરીના સમયે વેપારીને માલ લઇને લજ્જાઇ ગામે બોલાવતા હતા અન વેપારીને વાર્તામાં ભોળવી રોકડા પૈસા આપવા છે 'તેમ કહી બે સ્થળે એટીએમમાં લઇ જઇ પૈસા નહોવાનું કે કંઇપણ બહાનુ કરી વેપારીને પોતાના સંબંધી પાસેથી પૈસા લઇને આપવાનું કહી વેપારીને વિશ્વાસમાં  લઇને ભાગી જતા હતા અને ફોન સ્વીચ ઓફ કરી નાખતા હતા. આ અબુડીયા ટબુડીયા ગેંગના ૯ સભ્યોની ગેંગનો મુખ્ય સુત્રધાર કોણ છે ? અને આ ગેંગે સૌથી વધુ વેપારીઓને છેતર્યા હોવાનું જાણવા મળ્યું છે આ ગેંગના રમણીક, રમેશ અને ભરતે ત્રણ મહિના પહેલા મવડીમાં ક્રિષ્ના સોસાયટી-રમાં રહેતા બટુકભાઇ છગનભાઇ ભાદાણી (ઉ.૪પ)ની સત્યસાંઇ હોસ્પિટલ મેઇન રોડ પર મારૂતી ચોકમાં 'લેટેસ મોબાઇલ ઝોન' નામની દુકાને આવેલ ત્રણ એસી અને એક ટીવી લઇ જઇ છેતરપીંડી આચરી હતી તેમજ નાનામવા ભીમનગર ચોક, ઓમ રેસીડેન્સીમાં રહેતા સંજયભાઇ રાઘવભાઇ મારવીયા(ઉ.૩૬)ની ઉમીયાચોકમાં આવેલી 'પટેલ એન્ટરપ્રાઇઝ' નામની દુકાનમાંથી ત્રણ એસી છેતરપીંડીથી લઇ ગયા હોવાનું જાણવા મળ્યું છે.આ અંગે તાલુકા પોલીસે ત્રણેયના રીમાન્ડની તજવીજ હાથી ધરી છે.

(3:58 pm IST)