Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

તીલક પ્લોટ વિસ્તારના વોંકળામાં ગંદકીના ગંજ : સમસ્યા ઉકેલો

રાજકોટ : મ્યુ. કોર્પોરેશન દ્વારા પ્રિ-મોન્સુન કાર્યવાહી ઓપરેશન શહેરના વિવિધ વિસ્તારમાં આવેલ વોંકળામાં કચરાના ઢગલા, ગંદકી સહિતની કામગીરી કરવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે ત્યારે બીજી તરફ વોર્ડ નં.૩માં તિલક પ્લોટ વિસ્તારમાં આવેલ વોંકળામાં ગંદકીના ગંજ જોવા મળી રહ્યા છે. તેના કારણે લોકોમાં રોગચાળાનો ભય ફેલાઇ રહ્યો છે અને લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે. આ સમસ્યા તાકીદે ઉકલવા લતાવાસીઓ માંગ કરી રહ્યા છે.

(3:57 pm IST)