Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

પેટ્રોલ - ડીઝલના ભાવ વધારી ભાજપે જનતાની કેડ ભાંગી નાંખી : ઘોડા ઉપર રેલી યોજી કોંગ્રેસનો જબ્બર વિરોધ : ૨૭થી વધુની અટકાયત

રાજકોટ : છેલ્લા એક મહિનાથી રાજ્યની ભાજપ સરકાર પેટ્રોલ - ડીઝલનો ભાવ વધારો ઝીંકી રહી છે ત્યારે પ્રજાની કેડ ભાંગી ગઇ છે, વિપક્ષ કોંગ્રેસ આ અસહ્ય ભાવ વધારાનો સતત વિરોધ કરી રહેલ છે. આજે પણ સવારે શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગરના માર્ગદર્શન હેઠળ શહેરના તમામ વોર્ડમાંથી ઘોડા ઉપર બેસીને રસ્તાઓ ઉપર રેલી તથા ભાજપ સરકાર વિરૂધ્ધ પ્લેકાર્ડ બેનર સાથે નિકળ્યા હતા. તે વખતની તસ્વીરમાં પ્રમુખ અશોકભાઇ ડાંગર, રણજીત મુંધવા, ભાવેશ પટેલ વગેરે નજરે પડે છે. અન્ય તસ્વીરોમાં મંજુરી વગર આ રેલી યોજવા બાબતે પોલીસે સવારે ૧૦ વાગ્યે ૨૩ પ્રદર્શનકારી કોંગી આગેવાનોની અટકાયત કરી હતી. દરેક વોર્ડમાંથી ત્રણ - ત્રણ આગેવાનો ઘોડા ઉપર નીકળ્યા હતા. આ દરમિયાન પોલીસ દ્વારા એ-ડીવીઝને ૨૩ અને બી-ડીવીઝને ૪ સહિત ૨૭થી વધુ આગેવાનની અટકાયત કરવામાં આવી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.(તસ્વીર : અશોક બગથરીયા)

(2:45 pm IST)