Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

રૈયા ચોકડીના રવિને ઘંટેશ્વર ૨૫ વારીયામાં બનેવીએ ધોકાવ્યો

રાજકોટ તા. ૨૯: રૈયા ચોકડી નજીક સોમનાથ સોસાયટીમાં રહેતાો રવિ રતીભાઇ રાઠોડ (દેવીપૂજક) (ઉ.૨૭) ઘંટેશ્વર ૨૫ વારીયામાં પોતાની માતા ચતુરાબેનને ઘરે ગયો ત્યારે બહેન હીનાબેન રિસામણે આવી હોઇ તેની સાથે વાત કરતો હતો તે વખતે નજીકમાં જ રહેતાં બનેવી ભરત કોળી અને તેના ભાઇ અરજણે આવી ઝઘડો કરી ઢીકા-પાટુનો માર મારી તેમજ છરીથી ઇજા કરતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના દેવરાજભાઇ નાટડાએ ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી.

રવિના કહેવા મુજબ તેની બહેન હીનાબેને ભરત સાથે લવમેરેજ કર્યા છે. હાલમાં તેણી રિસામણે હોઇ પોતે વાત કરવા જતાં બનેવી અને તેના ભાઇએ ખાર રાખી અહિ તું શું કામ આવ્યો? કહી હુમલો કર્યો હતો.

બેડીપરામાં મહેન્દ્રભાઇ પર કાકા, પિત્રાઇનો હુમલો

બેડીપરાના એમ. જી. પ્લોટમાં રહેતાં મહેન્દ્રભાઇ ડાયાલાલ રત્નોતર (ઉ.વ.૪૭) પર રાત્રે નવેક વાગ્યે તેના કાકા વિનોદભાઇ મંગાભાઇ, પિત્રાઇ ભાઇ રોહિતભાઇ તેમજ બિપીનભાઇ દલપતભાઇ સહિતે હુમલો કરી માથામાં ધોકો ફટકારતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં બી-ડિવીઝનમાં જાણ કરાઇ હતી. વિનોદભાઇને ત્યાં દિકરીના બીજા લગ્નનો પ્રસંગ હોઇ તેમાં મહેન્દ્રભાઇ અગાઉના મનદુઃખને કારણે સામેલ ન થયા હોઇ આ માથાકુટ થયાનું જણાવાયું હતું.

(12:56 pm IST)