Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

ગોંડલ તાબેના વિંજવડમાં પાણી ઢોળાવા મામલે નાનજીભાઇ અને પુત્ર પર હુમલો

રાજકોટ તા. ૨૯: ગોંડલના વિંજવડમાં રહેતાં નાનજીભાઇ દેશાભાઇ પરમાર (ઉ.૫૦) અને તેના પુત્ર નિતીન નાનજીભાઇ (ઉ.૧૮) પર ગામના જ જગુભાઇ બધાભાઇ, લાખાભાઇ સહિતે ધોકાથી હુમલો કરી માર મારતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

શેરીમાં પાણી ભરતી વખતે પાણી વાસણમાંથી છલકીને રોડ પર જતાં આ બાબતે જગુભાઇ સહિતે માથાકુટ કરી હુમલો કર્યાના ઘાયલોના સગા રમેશભાઇ પરમારે જણાવ્યું હતું. હોસ્પિટલ ચોકીના દેવરાજભાઇ નાટડાએ આ અંગે ગોંડલ તાલુકા પોલીસને જાણ કરી હતી.

(12:55 pm IST)