Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

કિસાન કોંગ્રેસના અધ્યક્ષ પાલ આંબલીયા ઉપર પોલીસ દમન સામે તાકિદે પગલા ભરોઃ અંગ્રેજોને શરમ આવે તેવો અત્યાચાર

ગાયત્રીબા વાઘેલા-અશોકભાઇ ડાંગરની આગેવાની હેઠળ શહેર-જીલ્લા કોંગ્રેસનું કલેકટરને આવેદન

શહેર કોંગ્રેસના આગવાનોએ પોલીસ દમનનો વિરોધ વ્યકત કરી કલેકટરશ્રીને આવેદન પાઠવતા શહેર-જીલ્લા કોંગ્રેસના આગેવાનો ગાયત્રીબા વાઘેલા, અશોકભાઇ ડાંગર, મહેશ રાજપૂત, ડો. દિનેશ ચોવટીયા, ધારાસભ્ય લલીતભાઇ, જશવંતસિંહ ભટ્ટી વિગેરે નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

રાજકોટ તા. રર :.. ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખશ્રી ગાયત્રીબા વાઘેલા, શહેર પ્રમુખશ્રી અશોકભાઇ ડાંગરની આગેવાની હેઠળ શહેર-જીલ્લા  કોંગ્રેસના અગ્રણીઓએ કલેકટરને આવેદન પાઠવી કિસાન કોંગ્રેસના અધ્યક્ષ અને ખેડુત આગવાનો પરના પોલીસ દમન અંગે પગલા ભરવા માગણી કરી હતી.

આવેદનમાં ઉમેર્યુ હતું કે ખેડુતોને ખેત પેદાશોના ભાવ મળતા નથી. ત્યારે ખેડૂતોના પ્રશ્નો માટે વહીવટી તંત્ર જાગૃત થાય તે હેતુસર લોકત્રાંતિક રીતે ડુંગળી સહિતની ખેતપેદાશો PM CARE FUND      માં  જમા કરાવવાનો પ્રતિકાત્મક કાર્યક્રમ ગુજરાત કિસાન કોંગ્રેસન અધ્યક્ષ શ્રી પાલભાઇ આંબલીયા અને ખેડૂત પ્રતિનિધીઓએ રાજકોટ કલેકટર સમક્ષ જાહેર કર્યો હતો.

પણ વહીવટી તંત્રે - સરકારના ઇશારે કિસાન આગેવનો ખેડૂત પ્રતિનિધિઓ પર જુદી જુદી કાયદાની કલમો હેઠળ ગુન્હો દાખલ કરવામાં આવ્યો. માત્ર ગુન્હો દાખલ કરીને અટકાયત જ નહી પણ સાથોસાથ કિસાન આગેવાનોને પોલીસે બેરહમીપૂર્વક ઢોર માર માર્યો. અંગ્રેજો  પણ શરમ આવે તેવો  પોલીસે ખેડૂતો  ઉપર અત્યાચાર ગુજાર્યો હતો. ખેડૂતોના મુદે વિચાર પૂર્વક લડત લડતા કિસાન આગેવાનો પર પોલીસનો અત્યાચાર નિંદનીય છે અને ગેરબંધારણીય પણ છે. કિસાન આગેવાનો અને ખેડૂત પ્રતિનિધીઓએ કોઇ નિયમનું ઉલ્લંઘન કર્યુ હોય તો તેમને સજા કરવાનો અધિકાર ન્યાયતંત્રને છે, પોલીસને નહિ સમગ્ર ઘટનામાં રાજય સરકારની ખેડૂત વિરોધી નીતિ ઉજાગર થઇ છે.

ગુજરાત કિસાન અધ્યક્ષ શ્રી પાલભાઇ આંબલીયા પર બેરહેમપૂર્વક અત્યાચાર કરી ઢોર માર મારના પોલીસ અધિકારી અને જેના ઇશારે આ ગેરકાયદેસર કૃત્ય કરવામાં આવ્યું છે. તેમની સામે તાત્કાલીક પગલા ભરવા માગ કરવામાં આવે છે, આવેદન દેવામાં અગ્રણીઓ વશરામભાઇ સાગઠીયા, મહેશભાઇ રાજપૂત, ધારાસભ્ય લલીતભાઇ કગથરા, જશવંતસિંહ ભટ્ટી, ડો. દિનેશ ચોવટીયા વિગેરે જોડાયા હતાં.

(2:55 pm IST)