Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

કામદાર વિરોધી નીતિ સામે રેલ કર્મચારીઓના ધરણા- સૂત્રોચ્ચાર

રાજકોટઃ દેશભરમાં કામદાર વિરોધી નીતિ સામે કેન્દ્રીય કર્મચારીઓ દ્વારા થઈ રહેલ વિરોધી નીતિ સામે કેન્દ્રીય કર્મચારીઓ દ્વારા થઈ રહેલ વિરોધ પ્રદર્શનના ભાગરૂપે રેલ કર્મચારીઓએ પણ ઓખાથી લઈ મણી રોડ સુધી તમામ ક્ષેત્રો પર વિરોધ પ્રદર્શનના કાર્યક્રમો આપ્યા હતા. રાજકોટમાં પણ વેસ્ટર્ન રેલ્વે મઝદૂર સંઘના નેતૃત્વમાં કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવી હતી. આજે સવારે ૧૧ વાગ્યે કોઠી કમ્પાઉન્ડ ખાતે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. ખાસ કરીને કર્મચારીઓનું હિત જોખમાય તેવા નિર્ણયો સામે વિરોધ પ્રદર્શિત કરાયો હતો. હાલ લોકડાઉન છે ત્યારે તેનો લાભ ઉઠાવી ૮ કલાકના બદલે ૧૨ કલાકની ફરજ, એલાઉન્સ બંધ કરવુ વગેરે નિર્ણયો સામે અવાજ ઉઠાવવામાં આવ્યો હતો. કામદારોનું હિત જોખમાય તેવા અવિચારી નિર્ણયો સામે ભારોભાર રોષ પ્રવર્તી રહ્યો છે. જેને લઈને તમામ ક્ષેત્રો પર આજ વિરોધ પ્રદર્શનો દ્વારા સરકારની આંખ ઉઘાડવાના પ્રયાસો કરાયા હતા. જેના ભાગરૂપે રાજકોટમાં થયેલ આ વિરોધ પ્રદર્શનમાં વેસ્ટર્ન રેલ્વે મઝદૂર સંઘના ડીવીઝનલ સેક્રેટરી હીરેનભાઈ મહેતા, અવની ઓઝા, પૂષ્પા ડોડીયા, અભિષેક રંજન, જે.એન.જાડેજા સહીતના આગેવાનોની આગેવાની હેઠળ વિશાળ સં્ખ્યામાં રેલ કર્મચારીઓ જોડાયા હતા.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(2:50 pm IST)