Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

મેંગો માર્કેટમાં ટ્રકમાં આગઃ કોઇએ બીડીનું ઠુંઠીયુ ફેંકતા સુકુ ઘાંસ સળગતા આગ લાગ્યાની શકયતા

રાજકોટઃ કુવાડવા રોડ પર મેંગો માર્કેટમાં સવારના પ્હોરમાં ટ્રક નં. જીજે૦૮વાય-૮૪૮૫માં આગ ભભૂકતાં અને જોત જોતામાં મોટો ભડકો થતાં લોકોમાં નાશભાગ મચી ગઇ હતી. અહિ કામ કરતાં જાગૃત યુવાન ઇરફાનભાઇએ ફાયર બ્રિગેડને જાણ કરતાં બેડીપરા ફાયર સ્ટેશનથી તાકીદે બંબો પહોંચ્યો હતો અને આગ કાબૂમાં લીધી હતી. આ ટ્રકના માલિકનું નામ શિવુભા પ્રતાપસિંહ ડાભી છે. ફાયર બ્રિગેડની ટીમ સમયસર પહોંચી જતાં આગ બાજુના બીજા ટ્રક નં. જીજે૧૦ટીટી-૮૭૫૭માં લાગતી અટકી હતી. આગમાં ટ્રકના તમામ ટાયરો તથા નીચેના ભાગમાં નુકસાન થયું છે. કોઇએ સળગતી બીડીનું ઠુંઠીયુ ફેંકતાં ટ્રક નીચે સુકુ ઘાંસ પડ્યું હોઇ તેના કારણે આગ લાગી હોવાનું તારણ છે. તસ્વીર ઇરફાનભાઇ મેમણએ 'અકિલા'ને મોકલી હતી.

(12:42 pm IST)