Gujarati News

Gujarati News

News of Thursday, 13th February 2020

હમ... સબ એક હૈ : તિરંગા યાત્રામાં છલકયો રાષ્ટ્રભકિતનો રંગ

રાજકોટ : રાષ્ટ્રીય એકતા સમિતિ દ્વારા આજે શહેરમાં યોજાયેલી તિરંગા યાત્રામાં ૨૫ હજારથી વધુ શહેરીજનો, આગેવાનો, ભાજપ આગેવાનો, કાર્યકરો, મંત્રીઓ, હોદ્દેદારો, કોર્પોરેટરો અને સૌથી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઇ રાષ્ટ્રભકિત છલકાવી હતી. તે વખતની તસ્વીરોમાં યાત્રાના પ્રારંભ વખતે મંચ પર મુખ્યમંત્રીશ્રી સાથે ઉપસ્થિત મહાનુભાવો, યાત્રામાં જોડાયેલા સાંસદ, મંત્રીઓ, સાધુ-સંતો નજરે પડે છે તથા દેશની અખંડિતતા - એકતા માટે શહેરીજનોએ ૨ કિ.મી. લાંબો રાષ્ટ્રધ્વજ રસ્તા પર લહેરાવીને તિરંગા યાત્રાને સફળ બનાવેલ તે નજરે પડે છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

(4:18 pm IST)