Gujarati News

Gujarati News

News of Thursday, 13th February 2020

ઉત્પાદકતા વૃધ્ધિ થાય તો દેશનો આર્થિક વિકાસ થાય : હસુભાઇ દવે

કચ્છ સૌરાષ્ટ્ર પ્રોડકટીવીટી કાઉન્સીલ દ્વારા ઉત્પાદકતા દિવસ નિમિતે યોજાયેલ ગયેલ રસપ્રદ વાર્તાલાપ

રાજકોટ : નેશનલ પ્રોડકટીવીટી કાઉન્સીલો સ્થાપના દિવસ દેશભરમાં ઉત્પાદકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેના અનુસંધાને કે.એસ.પી.સી. અને આત્મીય યુનિવર્સિટીના સંયુકત ઉપક્રમે આત્મીય ઓડીટોરીયમ ખાતે રસપ્રદ વાર્તાલાપ યોજવામાં આવ્યો હતો. સૌ.યુનિ.ના વાઇસ ચાન્સલર ડો. નીતીનભાઇ પેથાણીએ વિગતવાર છણાવટ કરી હતી. કાઉન્સીલના પ્રમુખ હસુભાઇ દવેએ અહીં જણાવેલ કે ઉત્પાદકતા વધારવાથી જ દેશનો આર્થિક વિકાસ થાય છે. સરકારી અને બિનસરકારી સ્તરે સરખા પ્રયાસો થાય તો ચોકકસ ઉત્પાદકતા વૃધ્ધિના વલણને વેગ આપી શકાશે. કાર્યક્રમના પ્રારંભે મહેમાનોના હસ્તે દીપપ્રાગટય થયેલ. બાદમાં કાઉન્સીલના ટી. પી.સી. ચેરમેન દીપકભાઇ સચદેએ સમગ્ર કાર્યક્રમની ભુમિકા સમજાવી હતી. આત્મીય યુનિ.ના પ્રોવોસ્ટ ડો. પી. સાન્થનાક્રિષ્ન મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેતા તેઓનું પુષ્પગુચ્છથી સ્વાગત કરાયુ હતુ. અંતમાં આભારવિધિ ડો. અનુરાગ શ્રીવાસ્તવે અને સમગ્ર સંચાલન કુ. ઇસીતા મહેતાએ કરેલ. કાર્યક્રમમાં હીરાભાઇ માણેક, ડો. ઘનશ્યામભાઇ આચાર્ય, ડો. દિવ્યાંગ તિવારી, ડો. મનહર કગથરા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(4:06 pm IST)