Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

ગાય આધારીત પ્રાકૃતિક ખેતી કરીને અસાધ્ય રોગથી પીડાતી માનવ જાતને બચાવવા નફાકારક ઉત્પાદન લેવા માટેનું માર્ગદર્શન

હાલની ખેતી પદ્ધતિ થકી પાકને નુકશાન કરતા રોગ-જીવાત-નિંદામણ વિ.ના નાશ માટે વપરાતી ઝેરી રસાયણિક દવાઓ, વૃદ્ધિ માટે વપરાતા અપ્રાકૃતિક ક્ષારયુકત રસાયણિક ખાતરો થકી માનવસહિત સમગ્ર જીવ સૃષ્ટિના આરોગ્યને અને પર્યાવરણને અતિ હાની પહોંચાડે છે. પાકો-ફળ ઝાડો સજીવ હોવાથી તેની તંદુરસ્તીને પણ નુકશાન કરે અને ઉત્પાદન પણ તંદુરસ્ત હોતુ નથી. ખેતીની જમીન પણ બંજર અને બીન ઉત્પાદક બનાવે છે. આની અવેજીમાં ઝેર વગરના ખેત ઉત્પાદનો નફાકારક રીતે લેવા અંગે કુદરત દ્વારા પરાપૂર્વથી નિર્મિત 'પંચ  મહાભૂતોનું' સંકલન કઈ રીતે કરવું જેથી માનવ, પ્રાણીઓ, પક્ષીઓ, અન્ય સજીવોને માટે આરોગ્યપ્રદ ઉત્પાદનો મેળવવા, જમીન ફળદ્રુપ અને ઉત્પાદક બની રહે. આ સંદભે ખેડતોને સ્વયંભુ રીતે રસ્તો બતાવે તેવુ 'દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેત પદ્ધતિનો ૪૫૮ પોતાનો સરળ માતૃભાષામાં માર્ગદર્શક ભોમિયો' જેમાં ગાય માતાની સંનિષ્ઠતા અને પ્રાકૃતિક પરિબળોના સંકલનની રીતો તેમજ લેવામાં આવતા અનાજ, કઠોળ, તેલિબિયા, શાકભાજી, મરીમસાલા, શેરડી, કપાસ, ફળફળાદિ, પાકો લેવામાં અપનાવવાની સંકલન રીત રસમો થકી તંદુરસ્ત નફાકારક ઉત્પાદન લેવા માટે લેઆઉટ સાથે માર્ગદર્શન આલેખાયેલુ છે.

હવે ખેતીમાં આ પ્રાકૃતિક રીત-રસમને રસ્તે ચઢયા વગર આરોવારો નથી. ખેતીના અર્થતંત્રમાં 'આમદાની અઠ્ઠઅન્ની ખર્ચા રૂપિયા' ખેતી ઘાટીવાળી બની જવાથી લોન, વ્યાજથી ઘેરાયેલો ખેડુત લોન દેવા માફી અને પાક વિમા માટે સંઘર્ષ ઉપર ઉતરે છે. આત્મહત્યાના પ્રસંગો સામે આવે છે. રસાયણોના ઉપયોગ છતાં રોગ-જીવાતથી પાક ઘેરાઈ જાય છે. કમ વરસાદ, વાવજોડા-વાઝડી, આંધી જેવી વિપરિત પરિસ્થિતિમાં રહ્યો-સહ્યો પાક નિષ્ફળતા તરફ ધકેલાઈ છે. જયારે આવા જ વિપરિત સંજોગોમાં ગાય આધારિત પ્રાકૃતિક ખેત પદ્ધતિ અપનાવવામાં આવી હોઈ ત્યાં પાક અડિખમ રહે છે. સારૂ ઉત્પાદન આપી શકે છે.

ઝેરી રસાયણિક ખેતીથી ઉત્પાદિત ઝેરી ચારો, ઝેરી દૂધ- શાકભાજી -અનાજ - કઠોળ- તેલિબિયા - કંદમૂળ - ગોળ - સકર - મસાલા વિગેરે બિન આરોગ્યપ્રદ હોઈ તંદુરસ્તીની હાલત બેહાલ થઈ ચુકી છે. ઘરે ઘરે કોઈને કોઈ માંદગી, નજર નાખો ત્યાં કેન્સર, ડાયબીટીશ, હાર્ટ, લીવર, કિડની, બ્રેઈન જેવા અવયવો ફેઈલ, ડેંગ્યુ જેવા ભયંકર ઉપદ્રવો, પ્રતિકારક શકિત ક્ષિણ થઈ જવાથી વાયરસના ઉપદ્રવોથી સમગ્ર રીતે દવાખાના દર્દીઓથી ઉભરાય છે. વધતા જતા દવાખાના છતાં ઓછા પડે છે. અર્થતંત્ર માંદગીમાં ઘેરાઈ છે. ખેત ઉત્પાદનના જી.ડી.પી. ઉપર ઘણી માઠી અસર ઉભી થઈ છે. આવી વિડંબણાઓથી છૂટી ભારતને ફરીથી 'સોને કી ચિડિયા' બનાવવાનો રસ્તો 'વિશ્વંભરી મા અન્નપૂર્ણા બિમાર ધરતી માતાનું આરોગ્ય સુધારી સમગ્ર જીવસૃષ્ટિનું આરોગ્ય અને ભારતનું અર્થતંત્ર પણ ઉન્નત કરી શકીશું.

આ સંબંધમાં વિસ્તૃત નિઃશુલ્ક પ્રત્યક્ષ માર્ગદર્શન માટે નાનુભાઈ ડઢાણિયા નિવૃત જીલ્લા ખેતીવાડી અધિકારી કમ ડેપ્યુટી ડાયરેકટર (એગ્રી) રાજકોટનો મો.નં. ૯૯૨૫૮ ૧૧૪૧૬, ૮૭૮૦૧ ૫૫૫૩૯નો સંપર્ક કરી શકશો. પ્રાકૃતિક ખેતીનો માર્ગદર્શક ભોમિયોની પ્રાપ્તિ માટે મો. ૯૩૭૫૭ ૪૧૫૯૯ શ્રી કેતનભાઈ નો સંપર્ક કરવા જણાવાયુ છે.

(3:44 pm IST)