Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

સરકિટ હાઉસ પાસે સંજય એપાર્ટમેન્ટમાં પડી જવાથી અલ્કાબેન મહેતાનું મોત

વણિક વૃધ્ધાને ચક્કર આવતાં પડી જતાં કપાળે ઇજાઃ સિવિલ હોસ્પિટલમાં દમ તોડ્યો

રાજકોટ તા. ૨: સરકિટ હાઉસ પાસે આવેલા સંજય એપાર્ટમેન્ટમાં રહેતાં વણિક વૃધ્ધાનું ઘરમાં પડી જતાં ઇજા થવાથી મોત નિપજ્યું છે.

સંજય એપાર્ટમેન્ટ બી-૧૨ એમાં રહેતાં અલ્કાબેન રમેશભાઇ મહેતા (ઉ.વ.૬૫) નામના વણિક વૃધ્ધા સવારે ઘરમાં હતાં ત્યારે ચક્કર આવતાં પડી જતાં કપાળે ઇજા થતાં બેભાન થઇ ગયા હતાં. તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. પરંતુ અહિ તબિબે નિષ્પ્રાણ જાહેર કરતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના દેવરાજભાઇ નાટડા અને રવિભાઇએ જાણ કરતાં પ્ર.નગરના હરેશભાઇ રત્નોતર અને માયાબેને જરૂરી કાર્યવાહી કરી હતી.

મૃત્યુ પામનાર અલ્કાબેનના પતિ નિવૃત જીવન ગાળે છે. સંતાનમાં ત્રણ પુત્રી છે. બનાવને પગલે પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

(3:35 pm IST)