Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પ્રતિભા સંપન્ન વિશિષ્ટ વ્યકિતઓને ડીલીટની પદવી એનાયત કરશે

બીયુટીની બેઠકમાં સર્વાનુમતે નિર્ણયઃ પુનમુલ્યાકનમાં ઉતિર્ણ થનારને પૈસા પરત મળશે

રાજકોટ, તા., ૨: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા બે દાયકા બાદ ફરી ડીલીટની પદવી એનાયત કરવાનું બીયુટીની બેઠકમાં સર્વાનુમતે નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણયની આખરી મંજુરી સીન્ડીકેટ આપશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સીન્ડીકેટની બેઠક મળી હતી. જેમાં આરોગ્ય સેવા રમતગમત લોક સાહિત્ય સહીતના ક્ષેત્રમાં પ્રતિભા સંપન્ન અને વિશિષ્ટ વ્યકિતઓને ડીલીટની પદવીથી બહુમાન કરવામાં આવશે. આજની  બીયુટીની બેઠકમાં ડીલીટની પદવી એનાયત કરવાના ઠરાવને સર્વાનુમતે મંજુર કરી ખાસ કમીટી બનાવવામાં આવશે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરીષદે  આજે પુનઃ મુલ્યાંકનમાં જે વિદ્યાર્થીઓના ગુણ સુધરે તેમજ પાસ ના થાય તેને પુનઃ મુલ્યાંકનની ફી પરત આપવા માંગ કરી હતી. જેનો યુનિવર્સિટીના સત્તા મંડળે સ્વીકાર કર્યો છે.

(3:30 pm IST)