Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

વોર્ડ નં.૦૨ના વંદન વાટિકા સોસાયટીમાં પેવર રોડ કામનો પ્રારંભ

રાજકોટ મહાનગરપાલિકાના  શાસકો દ્વારા  ''સૌનો સાથ સૌનો વિકાસ''  સાથે શહેરીજનો માટે જુદા જુદા વિકાસના કાર્યો કરવામાં આવે છે. તેવા જ એક ભાગરૂપે વોર્ડ નં.૦૨માં લોકોની વધુ સારી સુવિધા લક્ષમાં લઇ વોર્ડ નં.૦૨માં આવેલ વંદન વાટિકા સોસાયટીમાં પેવર કરવાના કામનું ખાતમુહૂર્ત વોર્ડ નં.૦૨ના પ્રભારી અને શિક્ષણ સમિતિ ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, વોર્ડ નં.૦૨ના કોર્પોરેટર અને બાંધકામ કમિટી ચેરમેન મનીષભાઈ રાડીયા, વોર્ડ નં.૦૨ના કોર્પોરેટર અને આરોગ્ય કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકર, વોર્ડ નં.૦૨ના કોર્પોરેટર અને પૂર્વ ડે.મેયર ડૉ.દર્શિતાબેન શાહ, વોર્ડ નં.૦૨ના કોર્પોરેટર સોફીયાબેન દલના  હસ્તે કરવામાં આવેલ.  આ પ્રસંગે વોર્ડ નં.૦૨ પ્રભારી નરેન્દ્રસિંહ ઠાકુર, વોર્ડ નં.૦૨ પ્રમુખ અતુલભાઈ પંડિત, વોર્ડ નં.૦૨ મહામંત્રી દશરથભાઈ વાળા, વોર્ડ નં.૦૨ મહામંત્રી ભાવેશભાઈ ટોયટા, રાજનભાઈ સિંધવ, નીર્મલભાઈ જોષી, છેલભાઈ રાવલ, રાજુભાઈ, કમલભાઈ ભટ્ટ, પંકજભાઈ જોષી, ભરતભાઈ કાઠી, ભરતભાઈ પટેલ, રાજુભાઈ પારેખ, સીમાબેન અગ્રવાલ, દેવ્યાનીબેન રવાલ, નાન્દાન્બેન, જ્યોતિબેન પરમાર, રંજનબેન ટાંક, દિપ્તીબેન કક્કડ, સરોજબેન રાઠોડ, ઇલાબેન પંડિત, મનુબેન, કાજલબેન ખીમજી, માયાબેન, અર્ચનાબેન, રમીલાબેન, જ્યોતિબેન, રવિના ઉપાધ્યાય, ચંપાબેન, ગીતાબેન સોલંકી, મીનાબેન જોષી, જયશ્રીબેન પારેખ, હિનાબેન શાહ, રક્ષાબેન ભટ્ટ, પલ્વીબેન, મનોજભાઈ સોલંકી, સુનીલકુમાર વિગેરે તથા બહોળી સંખ્યામાં વિસ્તારવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(3:27 pm IST)