Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

દૂધની ડેરી પાસે રિધ્ધી સિધ્ધી સોસાયટીમાં ગોલાના ધંધાર્થી હબીબ ખાનના ઘરમાંથી ૧ા લાખની ચોરી

શનિવાર બપોરના અઢીથી રવિવાર સવાર સુધી રેઢા રહેલા મકાનના તાળા તોડી રોકડ-દાગીના ઉસેડી જવાયા

રાજકોટ તા. ૨: તસ્કરોએ ફરી કસબ અજમાવ્યો છે. દૂધ સાગર રોડ પર રિધ્ધી સિધ્ધી સોસાયટી-૧૪ કવાર્ટર નં. ૧૩૭૩માં રહેતાં અને ગોલાનો ધંધો કરતાં હબીબખાન ઉસ્માનખાન પઠાણ (ઉ.વ.૬૦)ના બંધ મકાનમાંથી તસ્કરો રૂ. ૧,૨૬,૬૫૦ની માલમત્તા ઉસેડી જતાં થોરાળા પોલીસે તપાસ શરૂ કરી છે.

હબીબખાન પઠાણે ફરિયાદમાં જણાવ્યું છે કે શનિવારે બપોરે અઢી વાગ્યે પોતે પોતાના ભાઇને સારવાર માટે દાખલ કર્યા હોઇ તેની ખબર પુછવા ગયા હતાં. તેમના પત્નિ સગાને ત્યાં ગયા હતાં અને બે પુત્રો બહારગામ પ્રસંગમાં ગયા હતાં. રવિવારે બપોરે ઘરે પરત આવ્યા ત્યારે ચોરી થયાની ખબર પડી હતી.

તસ્કરો તાળા તોડી અંદર પ્રવેશી કબાટમાંથી રૂ. ૬૮ હજાર રોકડા, સોનાની વીંટી, કાળા પારાવાળુ મંગલસુત્ર, ચાંદીના સાંકળા, ચાંદીની વીંટી મળી કુલ રૂ. ૧,૨૬,૬૫૦ની મત્તા ચોરી ગયા છે. પી.આઇ. એસ. એન. ગડ્ડુની રાહબરીમાં પીએસઆઇ જે. જી. ચોૈધરીએ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

(1:08 pm IST)