Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

ચાચર ચોકમાં દુર્ગાના નવમાં સ્વરૂપ સિદ્ધિદાત્રીની ઉપાસના : તાલીઓના તાલે ગરબા

રાજકોટ : ધોળકીયા સ્કુલના શ્રી કૃષ્ણકાંતભાઈ ધોળકીયા અને શ્રી જીતુભાઈ ધોળકીયાના સંપૂર્ણ માર્ગદર્શન હેઠળ આયોજીત પ્રાચીન નવરાત્રી મહોત્સવ - વૈભવી રાસ ગરબાઓની વણઝારને સતત નવમા દિવસે પણ સફળ બનાવવા આમંત્રણને માન આપીને ચાચર ચોકમાં મુખ્ય મહેમાનો સ્વામી શ્રી પરમાત્માનંદ સરસ્વતીજી (આર્ષ વિદ્યામંદિર - મુંજકા), રાજકોટ દિવ્ય ભાસ્કરના એકિઝકયુટીવ ડાયરેકટર અર્જુનભાઈ ડાંગર, રાષ્ટ્રીય કામધેનુ આયોગના ચેરમેન, પૂર્વ કેન્દ્રીયમંત્રી ડો.વલ્લભભાઈ કથીરીયા તેમજ આંતરરાષ્ટ્રીય ક્ષત્રિય સમાજના પ્રમુખ પી.ટી. જાડેજા ઉપસ્થિત રહ્યા હતા.

પંચાયતનગરના ચાચર ચોકની આ ધોળકીયા સ્કુલ આયોજીત આ ગરબીમાં પાઘડીવાળા, ચપટી ભરી ચોખાને, મોગલ રાસ, તુ કાળી ને કલ્યાણી, મોર બની થનગાટ કરે, માળી તારા મંદીરીયામાં, ઘોબ અંધારી, ચકરડી, ભમરડી, દુહા - છંદ સ્પેશ્યલ, ઢોલીડા ઢોલ રે વગાડ જેવા વિવિધ ગરબાઓના રસમાં તરબતર થઈ તાલીઓના તાલે ગરબા સંગે જોડાયા હતા.

(3:56 pm IST)