Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

સિપાઇ સમાજ ટ્રસ્ટ ગુજરાત દ્વારા તૃતિય વિદ્યાર્થી સન્માન સમારોહ નવેમ્બરમાં સુરેન્દ્રનગર ખાતે યોજાશે

રાજકોટ તા. ૯ : ગુજરાતભરમાં વસતા મુસ્લિમલ સિપાઇ જ્ઞાતિના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનીત કરવાનો સમારોહ આ વર્ષે સુરેન્દ્રનગર ખાતે આયોજીત કરાયો ેછે.

આ અંગે 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા સંસ્થાના આગેવાનોએ જણાવેલ કે શૈક્ષણિક વર્ષ ૨૦૧૮-૧૯ માં ધો.૮ થી ૯ માં ૭૦% થી વધારે, ધો.૧૦, ૧૧ અને ૧૨ કોમર્સ- આર્ટસમાં ૬૦% થી વધારે અને ધો.૧૧-૧૨ સાયન્સમાં ૫૦% થી વધારે તેમજ કોલેજ કે અન્ય ફેકલ્ટીમાં ૫૦% થી વધારે માર્કસ મેળવનાર સિપાઇ સમાજના વિદ્યાર્થીઓને શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનીત કરાશે.

વિદ્યાર્થીઓએ પોતાની માર્કશીટની ઝેરોક્ષ પાછળ નામ, સરનામુ અને મોબાઇલ નં. સહીતની વિગતો અને એક પાસપોર્ટ ફોટોગ્રાફ સાથે મોડામાં મોડા તા. ૧૫ સુધીમાં મળી જાય તે રીતે મોકલી આપવાના રહેશે.

આ અંગેની વધુ માહીતી માટે સિપાઇ સમાજ ટ્રસ્ટના પ્રતિનિધિ રાજકોટમાં આસીફભાઇ મો.૮૪૬૦૬ ૭૮૬૯૨, મુશર્રફભાઇ મોગલ મો.૭૭૭૮૯ ૫૬૭૩૯, ઇરફાનભાઇ મોગલ મો.૯૯૨૪૫ ૦૭૦૦૪, પરવેઝભાઇ કુરેશી મો.૯૭૧૪૯ ૭૫૫૮૫, હનીફભાઇ મોગલ મો.૯૯૦૪૭ ૩૧૮૫૬, હુશેનભાઇ શેખ મો.૯૯૯૮૨ ૪૭૪૯૭, જસદણમાં રફીકભાઇ ચૌહાણ મો.૯૪૨૭૨ ૩૮૭૬૪, ધોરાજીમાં ઇમરાનખાન પઠાણ મો.૯૪૨૭૭ ૪૨૧૯૨, મોરબીમાં રીયાઝભાઇ રાઠોડ મો.૯૦૯૯૭ ૮૬૯૬૮, ગોંડલમાં તસ્લીમખાન સોલંકી મો.૯૮૨૫૮ ૭૮૮૭૧, ઉપલેટામાં સાદીકભાઇ બેલીમ મો.૯૯૦૯૭ ૭૩૯૧૦૧, જામનગરમાં ઇનાયતભાઇ રાઠોડ મો.૯૯૧૩૬ ૧૧૨૨૨, વાંકાનેરમાં અલ્ફાજભાઇ શેખ મો.૯૯૨૪૫ ૨૯૦૬૬, કુતિયાણામાં ફકરુદીનભાઇ કુરેશી મો.૯૮૯૮૯ ૩૮૮૩૩ નો સંપર્ક કરી શકાશે. તેમ સિપાઇ સમાજ ટ્રસ્ટના ઉપપ્રમુખ મોહસીનખાન ડી. પઠાણ (મો.૯૨૨૮૪ ૩૨૫૬૦) એ જણાવ્યુ છે.

તસ્વીરમાં સિપાઇ સમાજના વિદ્યાર્થી સન્માન કાર્યક્રમની વિગતો વર્ણવતા સમાજના આગેવાનો નજરે પડે છે. (તસ્વીર : વિક્રમ ડાભી)

(3:48 pm IST)