Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

શુક્રવારે સમસ્ત આહિર સમાજના ભવ્ય રાસોત્સવ

રાજકોટ જીલ્લા આહિર કર્મચારી મંડળ દ્વારા સતત ચોથા વર્ષે આયોજન : એડવોકેટ, તબીબો, શૈક્ષણિક સંસ્થાના પરિવારજનો રાસ ગરબાની જમાવટ કરશેઃ વિજેતાઓને ઇનામ વિતરણ

 રાજકોટઃ તા.૯, રાજકોટ જીલ્લા આહિર કર્મચારી મંડળ રાસોત્સવ સમિતિ દ્વારા તા.૧૧ને શુક્રવારના રોજ સાંજે ૬:૩૦ થી ૧૦:૩૦ અમીન માર્ગ કોર્નર ગ્રાઉન્ડ ૧૫૦ ફુટ રીંગ રોડ રાજકોટ ખાતે આહિર જ્ઞાતિના ખેલૈયાઓ માટે એક ભવ્ય રાસોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. સતત ચોથા વર્ષે આયોજીત આ વિનામુલ્યે રાસોત્સવમાં ખેલૈયાઓ ટ્રેડીશ્નલ ડ્રેસમાં રાસ ગરબાની જમાવટ કરશે. પ્રિન્સ-પ્રિન્સેસ, વેલડ્રેસ સહિતના ખેલૈયાઓને લાખેણા ઇનામો આપવામાં આવશે.

આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે કર્મચારી મંડળના પ્રમુખ રાવતભાઈ ડાંગર (મો.૯૯૦૪૦૭૯૭૯૭) મંત્રી ચંદુભાઈ મિયાત્રા (મો.૯૯૨૫૦ ૨૪૩૮૧) મંડળના હોદેદારો દિનેશભાઈ હુંબલ , મનસુખભાઈ બાળા,મહેશભાઈ ચાવડા, નિર્મળભાઈ મેતા, કિરીટભાઈ મૈયડ, દિલીપભાઈ ચૌહાણ, રાજેશભાઈ ડાંગર,ધીરભાઈ ડાંગર, સુભાષભાઈ ડાંગર, જેઠસુરભાઈ ગુજરીયા, પ્રો.રમેશભાઈ ડાંગર, કરશનભાઈ મેતા, પ્રો.રામભાઈ વારોતરીયા, પુજાભાઈ વરૂ,કમલેશભાઈ બાબરીયા,રમેશભાઈ છેયા,ભૂપતભાઈ છૈયા, ટપુભાઈ સવા, વિજયભાઈ કુભરવાડીયા, કાનાભાઈ રામ,ગૌતમભાઈ રાઠોડ, પ્રકાશભાઈ મઢ, પ્રણવભાઈ પંચોલી, ભરતભાઈ કાનગડ, મહેશભાઈ ડાંગર, વનરાજભાઈ ચાવડા, સંદિપભાઈ અવાડીયા,ભાનુભાઈ મિયાત્રા, ડો.જીતેન્દ્રભાઈ ગાધે, ડો.વિરલભાઈ બલદાણીયા, ડો.કરમુર સાહેબ, એડવોકેટ દિનેશભાઈ વારોતરીયા કેતનભાઈ મંડ , વિમલભાઈ ડાંગર, મહેશભાઈ ચાવડા, અનિરૂધ્ધભાઈ મિયાત્રા, તનવીરભાઈ લાવડીયા, શાળા સંચાલકમંડળના અવધેશભાઈ કાનગડ,  પરિમલભાઈ પરડવા,  જયદિપભાઈ જલુ, વિવેકભાઈ સિહાર,વનરાજભાઈ ગરૈયા,દુદાભાઈ ભાટીયા,રાણાભાઈ ગોજીયા, વિનયભાઈ લોખીલ,સંદિપભાઈ છોટાળા,દિલિપભાઈ પંચોલી, અને વિશેષ સહયોગી સમિતિના શનિભાઈ મૈયડ, રાજેશભાઈ ચાવડા, પુનાભાઈ મૈયડ, હાર્દિકભાઈ સવસેટા, , મહિલા સમિતિના રમાબેન હેરભા,ગીતાબેન જોટવા, કિરણબેન નંદાણીયા,મંજૂબેન બારીયા,જાગૃતિબેન સવસેટા,ભારતીબેન રામ,પુષ્પાબેન ડાંગર,જુદા જુદા તાલુકા ના સભ્યો પ્રો.કે.આર.રામ, સંજયભાઈ હુંબલ,જયેશભાઈ ડાગર, નિલેશભાઈ મકવાણા,અશ્વિનભાઈ ડાંગર,પ્રવિણભાઈ મેતા, નિકુલભાઈ આહીર,નારણભાઈ કુવાડીયા, રામભાઈ લાવડીયા,મહેન્દ્રભાઈ દેથરીયા ,ભીમભાઈ ડાંગર, અજયભાઈ ડાંગર, અશ્વિનભાઈ ચાવડા, મયુરભાઈ ગજીયા, ભાનુભાઈ બાલાસરા,ધીરુભાઈ મિયાત્રા, વિનયભાઈ વાંક, લાલજીભાઈ ડાગર, વિવેકભાઈ હુંબલ અને મંડળના તમામ સભ્યો આ કાર્યક્રમને સફળ બનાવવા   જહેમત ઉઠાવી રહયા છે.

તસ્વીરમાં આહિર સમાજના આગેવાનો સર્વશ્રી રાવતભાઇ ડાંગર, ચંદુભાઇ મિયાત્રા, જેઠસુરભાઇ ગુજરીયા, કરશનભાઇ મેતા, કેતનભાઇ મંડ, કમલેશભાઇ કોઠીવાર,વિમલભાઇ ડાંગર, મુકેશભાઇ જોટવા, ગીતાબેન જોટવા, રમાબેન હેરભા અને મંજુબેન બારૈયા નજરે પડે છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)

(3:30 pm IST)