Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

ઈશ્વરીયાપાર્કમાં ૫૫ લાખના ખર્ચે સાયકલીંગ ટ્રેક બોટીંગ પેવેલીયન-ટોયલેટ-પીવાના પાણીની સુવિધા

કલેકટર કચેરીમાં વરસાદના પાણીનું રીચાર્જ થશે. : અદભુત બ્યુટીફીકેશન કરાશે

રાજકોટ તા. ૧૧ : આગામી દિવસોમાં ઈશ્વરીયાપાર્કમાં ૫૫ લાખના ખર્ચે અનેક પ્રકારની સુવિધાઓ ઉભી કરાશે તેમ કલેકટર ડો. રાહુલ ગુપ્તાએ પત્રકારોને જણાવ્યુ હતુ.

તેમણે ઉમેર્યુ હતુ કે ઈશ્વરીયા પાર્કમાં ગાર્ડન વેલી ખાતે હજારો લોકો પીકનીક માણી રહ્યા છે. હવે તેમા સુધારો કરવા તંત્ર જઇ રહ્યુ છે. જેમા ૨ાા કિમીનો સાયકલીંગ ટ્રેક , આ ઉપરાંત ૨ાા કીમીમાં રોડ કલાઇમ્બીંગ અને એવી એડવેન્ચર, ગેઇટ નં.૨ પાસે પાર્ટી પ્લોટ ૪ ટોયલેટ, ૩ ડ્રીંકીંગ વોટર સ્પેન તથા બોટીંગ ખાતે ખાસ બોટીંગ પેવેલીયન ઉભુ કરાશે.

કલેકટરે ઉમેર્યુ હતુ કે કલેકટર કચેરીમાં પણ નાયબ રકમ સુવિધા ૨ મહિનામાં બની જશે. ફર્સ્ટમાં રેઇન વોટર રાઇસ્ટરીક એટલે કે વરસાદના પાણીનુ રીચાર્જ , અલગથી આખુ સ્ટ્રકચર તથા ગાર્ડનમાં લોકો આનંદમય રહી શકે  તે  પ્રકારનું બ્યુટીફીકેશન બનાવવા જઇ રહ્યા છીએ

કલેકટર કચેરીમાં દિવાલો ઉપર જ વર્ટીકલ ગાર્ડન ઉભો કરાયો છે. તેમા રોપ હવે બદલાવી નખાશે. જ્યારે બ્યુટીફીકેશન માટે ૭૦ થી ૮૦ પ્રકારના વૃક્ષો અંગેનું સંસોધન કરાયુ છે.

(3:48 pm IST)