Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલીત અંગ્રેજી માધ્‍યમની શાળાના એડમીશન ફોર્મ મેળવી લેવા

રાજકોટ, તા. ૧૪ : નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલીત અંગ્રેજી માધ્‍યમની શ્રી રવિન્‍દ્રનાથ ટાગોર અંગ્‍રગ્રેજી માધ્‍યમ પ્રાથમિક શાળા, ન્‍યુ બાલમુકુંદ સોસા., સાધુ વાસવાણી માર્ગ તથા ડો. હોમી જહાંગીર ભાભા અંગ્રેજી માધ્‍યમ પ્રાથમિક શાળા, ગોપાલ ડેરી પાછળ દુધ સાગર માર્ગમાં નર્સરીમાં એડમિશન માટેના ફોર્મ તા. ૧૮થી તા. ર૯ સુધી રાજાના દિવસ સીવાય રોજ સવારના ૧૧ થી બપોરે ૩ સુધી જે તે શાળામાં ભરી શકાશે.

ફોર્મ ભરવા માટે બાળકના જન્‍મ તારીખના દાખલાની નકલ, એક પાસપોર્ટ સાઇઝ ફોટો તથા રેસીડેન્‍ટ પ્રૂફની નકલ સાથે લાવવાની રહેશે. જે બાળકની જન્‍મ તારીખ ૦૧/૦૬/૧પ થી ૩૧/૦પ/૧૬ સુધીમાં હશે તેના જ ફોર્મ ભરી શકાશે. તેમ શિક્ષણ સમિતિના અધ્‍યક્ષ નરેન્‍દ્રસિંહ ઠાકુરની યાદીમાં જણાવાયું છે.

(4:27 pm IST)