Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

સૌરાષ્ટ્રમાં ર૭ સ્થળેથી દાગીના તફડાવી તેના પર નિમીષ પુરોહિતે ૬૬ ગોલ્ડ લોન પણ લઇ લીધી!

વૃધ્ધ દંપતિઓને તેના સગા-વ્હાલાઓની ખોટી ઓળખ આપી ડીઝાઇન બનાવવાના બહાને દાગીના તફડાવી લેતો'તો : રૂરલ એસ. પી. બલરામ મીણાના માર્ગદર્શન હેઠળ એસઓજી પી.આઇ. પલ્લાચાર્ય તથા તેની ટીમન ૧૮ લાખના સોનાના છેતરપીંડીનો ભેદ ઉકેલવામાં સફળતાઃ ૯ લાખનો મુદામાલ કબ્જેઃ પકડાયેલ નીમીષના આજે રીમાન્ડ મંગાશે

તસ્વીરમાં રૂરલ એસપી બલરામ મીણા પ્રેસ કોન્ફરન્સમાં માહીતી આપતા નજરે પડે છ.બાજુમાં રૂરલ એસઓજીના પીઆઇ પલ્લાચાર્ય તથા સ્ટાફ નજરે પડે છે. નીચેની તસ્વીરમાં કબ્જે કરાયેલ મુદામાલ અને ઠગ નિમિષ પુરોહીત દેખાય છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા., ૧૪: સૌરાષ્ટ્રના અલગ-અલગ જીલ્લાઓમાંથી વૃધ્ધ દંપતીઓને તેના સગા વહાલાઓની ખોટી ઓળખ આપી ડીઝાઇન બનાવવાના બહાને સોનાના દાગીના તફડાવી જતા જુનાગઢના ઠગ બ્રાહણ શખ્સને રૂરલ એસઓજીની ટીમે ઝડપી લીધો હતો. પકડાયેલ શખ્સે તફડાવેલ દાગીના ૫૨ ૬૬ ગોલ્ડ લોન પણ લઇ લીધાનું ખુલતા પોલીસ ચોંકી ઉઠી હતી.

આ અંગે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં માહીતી આપતા રૂરલ એસપી બલરામ મીણાએ જણાવ્યું હતું ક ઉપલેટામાં દાગીના તફડાવનાર શખ્સ સીસીટીવી ફુટેજમાં કેદ થઇ જતા  આ શખ્સને શોધી કાઢવા આપેલ સુચના અન્વયે રૂરલ એસઓજીના એચ.જી.પલ્લાચાર્ય તથા પીએસઆઇ વી.એમ.લંગારીયા પેટ્રોલીંગ હતા ત્યારે આ શખ્સ ધોરાજીમાં હોવાની બાતમી મળતા તેને દબોચી લઇ પુછતાછ કરતા તેણે પોતાનું નામ નિમિષ ઉર્ફે  નેમિષભાઇ રસીકલાલ પુરોહીત (બ્રાહ્મણ) (ઉ.વ.૪૯, રહે. નાગરીક બેંક સોસાયટી, મધુરમ, જુનાગઢ) હોવાનું કહેતા અને તેની તલાશી લેતા તેની પાસેથી સોનાનો ઢાળીયો મળી આવેલ અને બાદમાં જુનાગઢ સ્થિત તેના ઘરે તપાસ કરતા ત્યાંથી છેતરપીંડીથી મેળવેલ  સોનાની બંગડી નંગ-૪, લક્કી નંગ-ર, ચેઇન નંગ-ર, વીંટી નંગ-૧૧, સોનાની ઢાળ (વજન ૧૦૪ ગ્રામ, કિ. ર.પ૦ લાખ) તથા બીજો સોનાનો ઢાળ (વજન ર૪૪ ગ્રામ, કિંમત ૬.૧૧ લાખ) મળી આવતા તે કબ્જે કરાયા હતા. તેમજ મોબાઇલ , એકટીવા બાઇક અને રોકડ રૂપીયા ૧૮૦૦ સહિત કુલ ૯ લાખનો મુદામાલ કબ્જે કરાયો હતો. એટલું જ નહિ આ શખ્સના કબ્જામાંથી સોનાના દાગીના પર મુથુટ ફીનકોર્પ જુનાગઢ ખાતે ગીરવે મુકેલની સ્લીપો પણ મળી આવતા તે કબ્જે કરાઇ હતી.

પકડાયેલ નિમિષ પુરોહીતની પોલીસે આગવી ઢબે પુછપરછ કરતા ગીર સોમનાથ જીલ્લાના વેરાવળ ખાતે ૩, જુનાગઢ જીલ્લાના કેશોદ ગામે-ર, જામનગરમાં ૪, રાજકોટમાં ૪, પોરબંદરમાં ૪, રાજકોટ જિલ્લાના ઉપલેટા ધોરાજી, તેનપુર, તથા ગોંડલ સહીત કુલ ર૭ જગ્યાએથી વૃધ્ધ માણસોને વિશ્વાસમાં લઇ તેના સગાની ખોટી ઓળખ આપી દાગીનાની ડિઝાઇન જોવાના બહાને દાગીના માંગી છેતરપીંડી કરતો હોવાની કબુલાત આપી હતી.

પકડાયેલ શખ્સે  તફડાવેલ સોનાના દાગીના પર કુલ ૬૬ ગોલ્ડ લોન પણ લઇ લીધાનું ચોંકાવનારી કેફીયત આપી હતી. પકડાયેલ નિમિષને આજે રિમાનડ માટે કોર્ટમાં રજુ કરાશે.

આ કાર્યવાહીમાં રૂરલ એસઓજીના હેડ કોન્સ્ટે. વિજયભાઇ ચાવડા, ઉપેન્દ્રસિંહ જાડેજા, જયવીરસિંહ રાણા, સંજયભાઇ નિરંજની, ધર્મેન્દ્રભાઇ ચાવડા, રણજીતભાઇ ધાંધલ, દિલીપસિંહ જાડેજા તથા સાહીલભાઇ સહીતનો સ્ટાફ જોડાયો હતો.

(4:17 pm IST)
  • નરેન્‍દ્રભાઇ મોદી સામે ચૂંટણી લડવાનું ભીમ આર્મીના સૂત્રધાર ચંદ્રેશખર આઝાદનું એલાન access_time 4:12 pm IST

  • લોકસભાના ૨૬ ઉમેદવારો નક્કી કરવા માટે અમદાવાદ ખાતે ૧૭મીથી ત્રણ દિવસ પાર્લામેન્ટ્રી બોર્ડ : ૨૬ બેઠકોના પ્રદેશ નિરીક્ષકો દ્વારા રિપોર્ટ અપાશે access_time 6:14 pm IST

  • આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળ આઇએમએફમાં ભારતના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તરીકે ડોક્ટર સુબીર કરણની કેન્દ્ર સરકારે વધુ છ મહિના માટે નિમણૂક કરી છે access_time 10:32 am IST