Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

કડીયાનગરમાં ગરબાની રમઝટ

 રાજકોટઃ શહેરના કડિયા નગર, ગોકુલધામ પાસે અંકુર શાળા પાછળ પાર્થ ગરબી મંડળની બાળાઓ રાસ ગરબાની રમઝટ બોલાવી રહી છે. ગરબી મંડળના અધ્યક્ષ જીતેન્દ્રસિંહ કેશરીસિંહ મકવાણા, પ્રમુખ સુરેશભાઈ પથુભાઇ સારોલા, ઉપપ્રમુખ સવજીભાઈ ટોળિયા સહિતના આગેવાનોના દોરી સંચાર વચ્ચે ચાલી રહેલી આ ગરબીમાં જુદા જુદા પાંચ ગ્રુપોમાં ૬૫ નાની બાળાઓ પ્રાચીન, અર્વાચીન રાસ ગરબાની રમઝટ બોલાવી રહી છે. લોકસાહિત્ય કલાકાર મહેન્દ્રભાઈ મારૃં અને ગાયક કલાકાર ઉર્વીશાબેન સારોલા અને નીરવભાઈ ચાવડાના કંઠેથી ગવાતા ગરબાના તાલે દાંડિયા રાસમાં ઝૂમી રહેલી નાની નાની બાળાઓ લત્તાનું આકર્ષણ બની છે. પ્રમુખ સુરેશભાઈની યાદી જણાવે છે.

(3:54 pm IST)