Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

મોગલ આવે.. વિદીતા શુકલના સ્વર : શિવત્વનું મ્યુઝીક

રાજકોટ : નવરાત્રીનો શુભઆરંભ થઇ ગયો છે અને પ્રાચીન-અવાચીન રાસની રમઝટ બોલી રહી છે. આ નવરાત્રીમાં ગરબે રમવા માટે જુદા જુદા ગાયકો દ્વારા માતાજીની આરાધના માટે ગીતોનું ગાયન કરે છે, આદ્યાશકિત જગતજનની સમગ્ર બ્રહ્માંડ પર જેનું આધિપત્ય છે, એવા જંગદબા માતાજી અને નવદુર્ગા માતાજીની પુજન, અર્ચન સાથે નવ-દિવસ સુધી લોકો નવલા નોરતા આનંદથી ઉજવે છે. ત્યારે રાજકોટના શિવત્વ મ્યુઝીક અને વિદીતા શુકલ દ્વારા ખેલૈયાઓ માટે 'મોગલ આવે' થી એક ગીત રજૂ કર્યું છે, આ ગીતમાં સુપ્રસિદ્ધ ગાયક વિદીતા શુકલ એ પોતાનો સ્વર આપ્યો છે. આ અંગે શિવત્વ મ્યુઝીકના ઓનર ભાવિકભાઇ જોષીએ જણાવ્યું છે કે, કવી દાદ સાહિત્યના કાર્યેક્ષેત્રે ખૂબ જ યોગદાન આપ્યું છે. કવી દાદની રચના મોગલ આવે ગીતને ભાસ્કરભાઇ શુકલ, ભાવિક જોષી અને વિદીતા શુકલ દ્વારા આજની નવી પેઢીને પસંદ આવે તેવા નવા કોન્સેપટ સાથે આ ગીત રજૂ કર્યું છે. જુની રચનાને નવો રાહ આપીને આ વિડીયો ચારણ સમાજ અને મોગલ માતાજીને અર્પણ કરવામાં આવ્યો છે. વધુ માહિતી માટે મો. ૯૮ર૪૩ ૧૯૧૦૯ ઉપર સંપર્ક કરી શકાય છે.

(3:49 pm IST)