Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

કોર્પોરેશનને નવરાત્રી ફળી

સમ્રાટ ઇન્ડ એરીયામાં ૨૬ દુકાનોના પ.૨૬ કરોડ ઉપજયા

મુખ્યમંત્રી આવાસ યોજનાની ૨૮ દુકાનોની હરરાજી યોજાઇઃ ગ્રાઉન્ડ ફલોર પર ૧૭.૭૦ લાખની બોલી સામે ૩૫ લાખ આવ્યાઃ ૧૦૧ લોકોએ ભાગ લીધો

રાજકોટ તા.૧૧: મ્યુનિ.કોર્પોરેશન દ્વારા વોર્ડ નં-૧૩માં સમ્રાટ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ તેૈયાર કરેલ આવાસોમાં બનાવવામાં આવેલ શોપીંગ સેન્ટરની ૨૮ દુકાનોની હરરાજી કરવામાં આવતા ૨૬ દુકાનોના રૂ. ૫.૨૬ કરોડની આવક થવા પામી હતી તેમ કોર્પોરેશનના સત્તાવાર સુત્રોએ જણાવ્યું હતંુ.

 

આ અંગે કોર્પોરેશનનાં સત્તાવાર સુત્રોના જણાવ્યા પ્રમાણે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા સમ્રાટ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ૨૮ દુકાનોની હરરાજી કરવામાં આવી હતી. જેમાં ૨૬ દુકાનો વેંચાતા મ્યુનિ. કોર્પોરેશનને રૂ. ૫.૨૬ કરોડની આવક થવા પામી છે.

ગ્રાઉન્ડ ફલોરની દુકાનની અપસેટ પ્રાઇઝ રૂ. ૧૭.૭૦ લાખ સામે રૂ. ૩૫ લાખની ઉચ્ચ બોલી બોલાઇ હતી. આ હરરાજીમાં ૧૦૧ જેટલા લોકોએ ભાગ લીધો હતો.(૧.૨૩)

(3:30 pm IST)