Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

કોર્પોરેશનના સીટી ઇજનેર ભાવેશ જોષીને પીએચ.ડી.ની ઉપાધી

'રિ-ઓરી એન્ટીંગ અર્બન પ્લાનીંગ કેઇસ સ્ટડી ઓફ રાજકોટ' વિષય હેઠળ શોધ નિબંધ પ્રસ્તુત કર્યો

રાજકોટ તા. ૧૧ :  મ્યુ. કોર્પોરેશનના સીટી ઇજનેર ભાવેશ જોષીએ પી.એચ.ડી.ની ઉપાધી પ્રાપ્ત કરી છે.

સીટી ઇજનેર ભાવેશ યુ જોષીએ બી.ઇ.સીવીલ, એમ. પ્લાન. (અર્બન રીઝોનલ પ્લાનિંગ)નો અભ્યાસ કર્યો છે અને હાલ તેઓ એડી.સીટી. એન્જીનીયર અને જનરલ મેનેજર,સ્માર્ટ સીટી સેલ, રાજકોટ મહાનગરપાલિકામાં ફરજ બજાવે છે. તેઓએ 'રી-ઓરીએન્ટીંગ અર્બન પ્લાનિંગ : કેઇસ સ્ટડી ઓફ રાજકોટ, ઇન્ડીયા' વિષય હેઠળ શોધ નિબંધ પ્રસ્તુ કર્યો હતો.ઙ્ગ

જેમાં સ્માર્ટ ગ્રોથ પોલીસીનો મુખ્ય હેતુ ઓટોમોબાઇલ ડીપેન્ડન્સી ઘટાડવી અને નોન-મોટરાઇઝડ ટ્રાન્સપોર્ટ એટલે કે પેડેસ્ટ્રીયન, સાયકલ શેરીંગમાં વધારો કરવો અને કોમ્પેકટ સીટી બનાવવુ પરંતુ શહેરોનાં ઉતરોતર વિકાસ સાથે સતત થતા વાહનોનાં વધારા અને વધતી આવક, મોબાઇલ મીડીયા જેવા ટેકનોલોજી ઇનોવેશનનાં કારણે તેમજ માર્કેટ ડ્રીવન વિકાસનાં કારણે શહેરની હદ બહાર સ્પ્રોવલ (વિસ્તાર વધારવાનું) દરેક શહેરમાં થઇ રહ્યો છે.

કોમ્પેકટ સીટી ડેવલપમેન્ટ ટ્રીપ જનરેશન ઘટાડવા તથા ઇન્ફ્રાસ્ટ્રકચર કોસ્ટ ઘટાડવામાં ઉપયોગી સાબિત થાય છે. ડેવલપમેન્ટ પ્લાન શહેરનાં તમામ રીસોર્સીસનો ઉપયોગ કરી સસ્ટેનેબલ(Sustainable)વિકાસ કરવા માટેનું એક ઉતમ સાધન છે. જેમા મુખ્યત્વે લેન્ડયુઝ પ્લાન ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન કંટ્રોલ થી શહેરનાં વિકાસને નિયત દિશામાં લઇ જઇ શકાય છે પરંતુ ડેવલપમેન્ટ પ્લાનમાં લેન્ડયુઝ ઝોનીંગ મુજબ વિકાસ થતો નથી રાજકોટ શહેરનું સ્પેશીયલ સ્ટ્રકચર એનાલિસીસ કરતા જણાયેલ છે કે રાજકોટ શહેર હાલ કોમ્પેકટ (Compact) સીટી છે, પરંતુ ધીમે ધીમે સ્પ્રેડ(Spread) થઇ રહેલ છે તેમજ શહેરનાં હૈયાત લેન્ડયુઝ મુજબ મહતમ ઝોનમાં મીકસ ડેવલપમેન્ટ થયેલ છે

ઉપરોકત અભ્યાસને ધ્યાને લઇ શહેરને કોમ્પેકટ સીટી જાળવી રાખવા મીકસ લેન્ડયુઝ ઝોનિંગ સાથે ચાર થી પાંચ લેન્ડયુઝ ઝોન હોવા જોઇએ જે અમલીકરણમાં સરળ અને સ્વસ્થ હોવા જોઇએ.  જુના શહેરનાં ઇન્ફ્રાસ્ટ્રકચરને અપગ્રેડ કરી FSIમાં વધારો કરી શહેરના વધતા વિસ્તારને અટકાવવો જોઇએ. ટ્રાફિકમાં ધટાડો કરવા NMT(નોન મોટરાઇઝડ ટ્રાન્સપોર્ટ)ને પ્રોત્સાહન આપવુ જોઇએ વગેરે સૂચનો રજૂ કરાયા છે.

તેઓએ અભ્યાસ જુન ૨૦૧૪માં કર્યો અને જુન ૨૦૧૮માં પૂર્ણ કર્યો. આર.કે.યુનિવર્સીટી રાજકોટમાં ડો. ભાર્ગવ અધ્વર્યુ  પ્રોફેસરના માર્ગદર્શન હેઠળ આ શોધ નિબંધ રજૂ કરેલ.(૨૧.૨૮)

(4:06 pm IST)