Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

ગત ૯ મીએ સહપ્રભારી બુધેલજી રાજકોટ આવવાના હતા પરંતુ...

રાહુલ ગાંધીના પ્રવાસ કાર્યક્રમમાંથી રાજકોટ શહેરનું 'પત્તુ' કપાઇ ગયુ?

રાજકોટ તા. ૧૧ :.. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધી આવતા અઠવાડીએ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે.  કાર્યક્રમ ગોઠવાઇ રહ્યો હતો ત્યારે  રાજકોટ, જુનાગઢ અને ભાવનગરના કાર્યક્રમની ચર્ચા હતી અને ગત ૯ મીએ સૌરાષ્ટ્રનો હવાલો સંભાળતા સરપ્રભારી બુધેલજી રાજકોટ આપવાના હતા પરંતુ હજુ સુધી રાજકોટ શહેરમાં કોંગ્રેસની કોઇ ચહલપહલ જોવા મળતી નથી.રાજકોટમાં રાહુલ ગાંધી બૌધ્ધિકો,  ઉદ્યોગપતિઓ તથા વેપારી આલમ સાથે ચર્ચા કરી રાજકોટના અને સૌરાષ્ટ્રના પ્રશ્નોની જાણ કરી મેળવી શહેરી મતદારો માટે કોંગ્રેસનો શું ? વ્યુહ છે તે અંગે વિચાર-વિમર્શ કરવાના હતાં. એવી વાત હતી પરંતુ શહેરમાં હજુ સુધી આવી કોઇ પૂર્વ તૈયારી નથી જેથી રાહુલજીના કાર્યક્રમમાં રાજકોટની બાદબાકી થઇ ગયાનું મનાય છે.સૌરાષ્ટ્રના સહપ્રભારી ગત ૯ મીએ રાજકોટ આવવાના હતા તેવી વાત હતી પરંતુ હજુ સુધી તેઓનું રાજકોટમાં આગમન થયુ નથી અને રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાતના આડે હવે માત્ર પાંચેક દિવસ રહયા છે. ત્યારે રાજકોટનો કાર્યક્રમ મુલત્વી રહ્યાના નિર્દેશો મળી રહ્યા છે. શહેરને કોંગ્રેસી આગેવાનોને પણ હજુ સુધી કોઇ સુચના નહી હોવાનું પણ જાણવા મળે છે. (પ-ર૩)

(2:28 pm IST)