Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

કુવાડવામાં સુરદાસ મહિલાએ ભુલથી દવા વાળુ પાણી પી લીધું

રાજકોટ તા. ૧૧: કુવાડવામાં હરિજનવાસમાં રહેતી સોનલબેન વિનોદભાઇ ગોહેલ (ઉ.૨૫) નામની સુરદાસ પરિણીતા ભુલથી ગ્લાસમાં ભરેલુ દવાવાળુ પાણી પી જતાં ઝેરી અસર થતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

સોનલબેનના પતિ રિક્ષા હંકારે છે. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. દિકરાને મોઢે ગુમડા થયા હોઇ તેમાં દવા લગાડવા માટે ગ્લાસમાં પાણીમાં દવા ભેળવીને રાખી હોઇ તે ગ્લાસમાં પાણી હોવાનું સમજી સોનલબેન દવાનો ઘુંટડો ભરી ગયા હતાં. ઉલ્ટીઓ થતાં હોસ્પિટલમાં ખસેડાયા હતાં. ચોકીના સ્ટાફે કુવાડવા પોલીસને જાણ કરી હતી.

(12:35 pm IST)