Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

આગ્રાથી ગેરકાયદે ગન-કાર્ટીસ લઇ રાજકોટ નોકરી શોધવા આવ્યો, પણ મળી ગઇ પોલીસ

એસઓજીએ જગબીરસિંગ ઠાકુરને બાર બોરની ગન અને છ જીવતા કાર્ટીસ સાથે ગોંડલ રોડ પરથી પકડી લીધોઃ સિકયુરીટીની નોકરી માટે આવ્યો'તો

રાજકોટ તા. ૧૧: મુળ આગ્રાના ફતેહાબાદ તાલુકાના વાજીદપુર ગામનો વતની અને હાલ પેલેસ રોડ પર સ્વામિનારાયણ મંદિર નજીક રૂમ રાખીને રહેતો જગબીરસિંગ પંચમસિંગ ઠાકુર (ઉ.૪૮) સિકયુરીટી ગાર્ડની નોકરી માટે ગેરકાયદે ૧૨ બોરની ગન અને છ કાર્ટિસ સાથે રાજકોટ આવ્યો હોવાની અને તે ગોંડલ રોડ બોમ્બે પેટ્રોલ પંપ નજીક ઉભો હોવાની બાતમી એસઓજીના કોન્સ. ગિરીરાજસિંહ ઝાલા, ગિરીરાજસિંહ જાડેજા અને જીતુભા ઝાલાને મળતાં પી.આઇ. એસ. એન. ગડુની રાહબરી હેઠળ પીએસઆઇ એચ. એમ. રાણા, ઓ. પી. સિસોદીયા, હેડકોન્સ. આર. કે. જાડેજા, મનરૂપગીરી ગોસ્વામી, ધર્મેન્દ્રસિંહ ઝાલા, કોન્સ. વિજુભા ઝાલા, અનિલસિંગ ગોહિલ, બ્રિજરાજસિંહ ઝાલા, નિર્મળસિંહ ઝાલા, મેહુલભાઇ ગઢવી, મોહિતસિંહ જાડેજા, ક્રિપાલસિંહ ચુડાસમા, કૃષ્ણદેવસિંહ ઝાલા, ધર્મેન્દ્રસિંહ પરમાર, રણછોડભાઇ આલ સહિતે પકડી લીધો હતો. આ શખ્સ પાસેથી ૨૫ હજારની ગન અને રૂ. ૬૦૦ના કાર્ટીસ કબ્જે કરાયા છે. તસ્વીરમાં પી.આઇ. એસ. અને. ગડુ અને પીએસઆઇ રાણા તથા સિસોદીયા તેમજ ટીમ એસઓજી અને ઇન્સેટમાં પકડાયેલો શખ્સ જગબીરસિંગ જોઇ શકાય છે.

(12:30 pm IST)