Gujarati News

Gujarati News

News of Monday, 4th June 2018

રૈયાધારમાં પત્નિ સાથે ઝઘડતાં સંજય સોલંકીને પડોશીઓએ લમધારી નાંખ્યો

દેવીપૂજક યુવાનની ૧૧ વર્ષની ભત્રીજીને પણ ઇજાઃ સામા પક્ષે પ્રકાશ વાળા ઘાયલ થયો

રાજકોટ તા. ૪: રૈયાધાર ઇન્દિરાનગર મફતીયાપરામાં રહેતાં દેવીપૂજક યુવાન અને તેની પત્નિ વચ્ચે ઝઘડો થતો હોઇ પડોશી દેવીપૂજક શખ્સોએ 'ઝઘડો શું કરો છો?' કહી માથાકુટ કરી છરી, પાઇપથી હુમલોક રી તેમજ ઇંટના ઘા કરતાં આ યુવાન તથા તેની ભત્રીજીને ઇજા થઇ હતી. સામા પક્ષે પણ એક યુવાન ઘાયલ થયો હતો.

સંજય મુળજીભાઇ સોલંકી (દેવીપૂજક) (ઉ.૩૩) તથા તેની ભત્રીજી સોનીયા અશ્વિનભાઇ સોલંકી (ઉ.૧૧) પોતાના પર પ્રકાશ સોલંકી, સંતોષ સોલંકી અને લાલો રાવળદેવએ છરી-પાઇપથી હુમલો કરી ઇંટના ઘા કરી ઇજા પહોંચાડ્યાની ફરિયાદ સાથે સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં યુનિવર્સિટી પોલીસ મથકના પીએસઆઇ કે. જે. વાઘોશીએ ફરિયાદ નોંધી હતી. સંજયના કહેવા મુજબ પોતે ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવે છે. પોતે પત્નિ સંધ્યા સાથે ઝઘડતો હતો ત્યારે પડોશી પ્રકાશ સહિતનાએ આવી ગાળો દઇ હુમલો કર્યો હતો.સામા પક્ષે પ્રકાશ નરસીભાઇ વાળા (ઉ.૩૨) પણ પોતાને સંજય, તેની પત્નિ અને અશ્વિન ઉર્ફ અસુ સોલંકીએ પાઇપ-છરીથી હુમલો કરી ઇંટોના ઘા કરી ઇજા કર્યાની ફરિયાદ કરી છે. પ્રકાશના કહેવા મુજબ સંજય તેની પત્નિ સાથે ઝઘડતો હોઇ પોતે સમજાવવા જતાં ડખ્ખો થયો હતો.

(4:17 pm IST)