Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

કર્ણાટકમાં કમળ ખીલતા જીલ્લા ભાજપ દ્વારા વિજયોત્સવ

 રાજકોટઃ જીલ્લા ભાજપ અધ્યક્ષ ડી.કે.સખીયા તથા મહામંત્રીશ્રી ભાનુભાઇ મેતાની આગેવાનીમાં ગઇકાલે કર્ણાટકમાં ભારતીય જનતા પાર્ટીનો જવલંત વિજય થતા રાજકોટ જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે આતશબાજી તથા મીઠા મોઢા કરાવી વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો. વડાપ્રધાનશ્રી નેન્દ્રભાઇ મોદી તથા ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને મળેલા પ્રચંડ વિજયને આવકારી અભિનંદન પાઠવ્યા હતા. વિજયોત્સવમાં પૂર્વ ધારાસભ્યશ્રી ભાનુબેન બાબરિયા, બાવનજીભાઇ મેતલિયા, વિનુભાઇ પરમાર, વલ્લભભાઇ સેખલિયા, નરેન્દ્રસિંહ જાડેજા, જગદીશભાઇ બોરીચા, નવીનપરી ગૌસ્વામી, કિશોરભાઇ રાઠોડ, ધીરેનભાઇ સંખાવરા, ભાસ્કરભાઇ જસાણી, દશરથસિંહ જાડેજા, ગીરીશભાઇ પરમાર, નીતિનભાઇ સગપરિયા, અરૂણભાઇ નિર્મળ, ભરતભાઇ રબારી, નારણભાઇ વાકાતર, વિક્રમભાઇ ખીમાણીયા, અરજણભાઇ ખીમાણીયા, અમૃતલાલ દેવમુરારિ, નિશિતાબેન ગોંડલિયા, હરેશભાઇ મકવાણા, હિરેનભાઇ જોશી, દીપકભાઇ મદલાણી, દિનેશભાઇ વીરડા, મનોજભાઇ સાકરિયા, ભરતભાઇ ડાભી, ચેતનભાઇ કાલરીયા, સતીષભાઇ શિંગાળા, પ્રવીણભાઇ સેગલીયા, આકાશભાઇ રવિયા, પ્રણવસિંહ ગોહિલ, હિતેશભાઇ હુંબલ, રીતેશભાઇ પરસાણા, વિમલભાભાઇ ખંડ વિ. મયુરભાઇ કૂંગશીયા સહીતના જીલ્લા તથા તાલુકાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

(4:20 pm IST)