Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

માયાણી ચોકમાં કાર ઉપર ઝાડ પડતા નુકશાની : ચાલકનો બચાવ

રાજકોટ : ચંદ્રેશનગર મેઇન રોડ માયાણી ચોકમાં બેકબોન સેન્ટર પાસે જીજે૩ કેસી ૩૩૫ નંબરની કાર પાર્ક કરી કારમાંથી ઉતરી મોબાઇલની દુકાનમાં કવર લેવા માટે ગયા અને દુકાનમાં અંદર પ્રવેશ કરે તે પહેલા ધડાકા સાથે તેની કાર ઉપર ઝાડ પડતા નાસભાગ મચી ગઇ હતી. ઝાડ કારના બોનેટ ઉપર પડતા બોનેટ વળી ગયુ હતુ. બાદ સંજયભાઇ નામના વ્યકિતએ જાણ કરતા ફાયર બ્રિગેડ સ્ટાફે સ્થળ પર પહોચી ઝાડ હટાવ્યું હતુ. આ બનાવમાં કોઇ જાનહાની થઇ ન હતી. કારચાલક કારમાંથી ઉતરી જતા સદનશીબે તેનો બચાવ થયો હતો.(તસ્વીર : સંદિપ બગથરીયા)

(4:18 pm IST)