Gujarati News

Gujarati News

News of Wednesday, 20th December 2017

યુવા ખેલાડીઓ માટે ક્રિકેટ એકેડમીનો પ્રારંભ

 રાજકોટ : શહેરના યુવા ખેલાડીઓ માટે આધુનિક સુવિધાથી સજ્જ ક્રિકેટ એકેડમીનો પ્રારંભ થયો છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનના સીનીયર સિલેકટર શ્રી મહેન્દ્રભાઈ રાજદેવના હસ્તે પ્રારંભ થયો હતો. નેશનલ સ્કીલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના લેવલ -૨ના ગર્વમેન્ટ કોચની માન્યતા ધરાવતા તેમજ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનની અન્ડર - ૧૬, અન્ડર-૧૯, તેમજ અન્ડર - ૨૩ની ટીમ સાથે વિવિધ સ્તરે ટ્રેઈનીંગ અને કોચની કામગીરી કરી ચૂકેલા શ્રી અમિત શુકલા (મો. ૮૧૨૮૫ ૯૪૬૯૪) દ્વારા રાજકોટ શહેર મધ્યે કોટેચા ચોક ખાતે આવેલ સૌરાષ્ટ્ર સ્કુલના વિશાળ ગ્રાઉન્ડમાં તમામ સુવિધા સાથેની ક્રિકેટ એકેડમીનો પ્રારંભ કરવામાં આવેલ છે. જેમાં તેમને શ્રી રવિ શેઠ (મો. ૮૪૬૦૨ ૦૦૦૦૩) કે જેઓ પણ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનની અન્ડર-૧૬ની ટીમ સાથે સંકળાયેલા છે એમનો સાથ મળી રહ્યો છે. આ એકેડમીમાં ફીટનેસથી લઈને ટેમ્પરામેન્ટ સુધીનું ઝીણામાં ઝીણુ જ્ઞાન આપવામાં આવશે.

(3:55 pm IST)