Gujarati News

Gujarati News

News of Wednesday, 20th December 2017

આવતા મહિને રાજકોટમાં લોહાણા મહાપરિષદની આંતરરાષ્ટ્રીય કારોબારી : વૈશ્વિકકક્ષાનું સોવેનિયર બનાવાશે

૫ થી ૭ જાન્યુ. આંતરરાષ્ટ્રીય રઘુવંશી ડે એન્ડ નાઈટ રનીંગ ટ્રોફી ક્રિકેટ ટુર્નામેન્ટ :સૌરાષ્ટ્ર-કચ્છ-ગુજરાત-મુંબઈ-વિદર્ભ-દક્ષિણ ભારત - ઉત્તર પૂર્વ સહિત ૮ ટીમો વચ્ચે ખેલાશે ક્રિકેટનો જંગ : વિદેશથી પણ ખેલાડીઓ આવશે

રાજકોટ, તા. ૨૦ : શ્રી લોહાણા મહાપરિષદ (રમત ગમત સમિતિ) દ્વારા આગામી તા. ૫ જાન્યુઆરીથી ૭ જાન્યુઆરી સુધી રઘુવંશીઓના પાટનગર સમા રાજકોટ ખાતે જ્ઞાતિશ્રેષ્ઠી સ્વ.મણીલાલ નરસીદાસ કાથરાણી ભુવનેશ્વરના મુખ્ય સહયોગથી માતુશ્રી પાર્વતીબેન નરસીદાસ કાથરાણી આંતરરાષ્ટ્રીય રઘુવંશી રનીંગ ટ્રોફી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં મહાપરિષદના ૮ વિભાગો જેવા કે સૌરાષ્ટ્ર, ગુજરાત, કચ્છ, મુંબઈ (સહ મહારાષ્ટ્ર), વિદર્ભ (મધ્ય ગુજરાત) વિભાગ, દક્ષિણ ભારત વિભાગ, ઉત્તર પૂર્વ વિભાગ, વિદેશ વિભાગ વચ્ચે મેચો રમાશે.

૮ વિભાગો વચ્ચે રમાનારી આ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં વિજેતા થનાર ટીમને માતુશ્રી પાર્વતીબેન નરસીદાસ કાથરાણી રઘુવંશી આંતરરાષ્ટ્રીય રનીંગ ટ્રોફી, બેસ્ટ બોલર, બેસ્ટ બેટ્સમેન, બેસ્ટ ફિલ્ડર, મેન ઓફ ધી મેચ, મેન ઓફ સીરીઝ વગેરે જેવા માટે ઈનામોની વણઝાર કરવામાં આવશે. સિંધીયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે મેચનો પ્રારંભ થાય તે પહેલા ભગવાન શ્રી રામચંદ્રજી, વિશ્વ વંદનીય શ્રી જલારામબાપા અને પૂ. શ્રી વીરદાદા જશરાજની તસ્વીર સમક્ષ દરરોજ શ્રેષ્ઠીઓના હસ્તે દીપ પ્રાગટ્ય કરી ભાવવંદના તેમજ મહાપરિષદ ધ્વજવંદના ગીત, રાષ્ટ્રગીતનું મંગલ ગાન કરાશે. રોજ સવારથી લઈને મોડી રાત્રી સુધી ત્રણ મેચ રમાડવામાં આવશે.

આ ઈન્ટરનેશનલ ક્રિકેટ ટુર્નામેન્ટનું આકર્ષક, માહિતીપ્રદ, વૈશ્વિકકક્ષાનું સોવેનિયર બનાવાશે. સોવેનિયર ભારતના દરેક ગામમાં મોકલવામાં આવશે. રઘુવંશીઓના વ્યવસાયથી, પ્રતિભાથી સૌ પરિચિત થાય અને સંગઠનનો લાભ મળે તથા માહિતીનું આદાન - પ્રદાન થાય તે દિશાના પ્રયત્નોથી સોવેનિયર તૈયાર થઈ રહ્યુ છે. વિવિધ માહિતીપ્રદ - રસપ્રદ લેખો પણ આ સોવેનિયરમાં તૈયાર કરાશે. આ સોવેનિયરનું વિમોચન પણ ઈન્ટરનેશનલ ક્રિકેટ ટુર્નામેન્ટ દરમિયાન મુખ્યમંત્રીના હસ્તે કરાશે.

આયોજનમાં મહાપરિષદના ટ્રસ્ટીઓ વીણાબેન પાંધી, નીતિનભાઈ રાયચુરા, રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ અને લોહાણા મહાપરિષદના જોઈન્ટ સેક્રેટરી શ્રીમતી કાશ્મીરાબેન નથવાણી, મહાપરિષદના જોઈન્ટ સેક્રેટરી મિતલ ખેતાણી, સૌરાષ્ટ્ર વિભાગના ઉપાધ્યક્ષ સુરેશભાઈ ચંદારાણા, હસુભાઈ ભગદે, યોગેશભાઈ પૂજારા, શૈલેષભાઈ ગણાત્રા, શિલ્પાબેન પૂજારા, અશોકભાઈ હિંડોચા, ભરતભાઈ રેલીયા, નીતિનભાઈ નથવાણી, રીટાબેન કોટક, રત્નાબેન સેજપાલ, ડો. રમેશભાઈ ભાયાણી, લોહાણા મહાપરિષદની રમત ગમત સમિતિના પિયુષભાઈ મજીઠીયા, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રોહિતભાઈ અનમ, રાષ્ટ્રીય મંત્રી પ્રકાશભાઈ ઠકરાર, રાષ્ટ્રીય સંયુકત મંત્રી પિયુષભાઈ કુંડલીયા, રાષ્ટ્રીય સહમંત્રી ગીરીશભાઈ મોનાણી, હેમંતભાઈ લાખાણી, જયેશભાઈ માંડવીયા, જીમ્મીભાઈ દક્ષિણી, પરેશભાઈ તન્ના, ધવલભાઈ કક્કડ, મોઞિતભાઈ રાજાણી, મેહુલભાઈ નથવાણી સહિતના હોદ્દેદારો જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(3:41 pm IST)