Gujarati News

Gujarati News

News of Wednesday, 20th December 2017

કાલે રાત્રી મોટી અને દિવસ ટુંકો હશે

વિજ્ઞાન જાથાના વિશ્લેષણ મુજબ સૂર્ય ઉત્તર દિશામાં ગતિ શરૂ કરશે : પૃથ્વીની જુકેલી ધરીના કારણે સર્જાતા ફેરફાર

રાજકોટ તા. ૨૦ : વિજ્ઞાન જાથાએ એક યાદીમાં રજુ કરેલ અભ્યાસી વિશ્લેષણ મુજબ ૨૧ ડીસેમ્બરના ગુરૂવારથી સુર્ય ઉત્તર દિશામાં ગતિ કરશે. જેને ઉતરાયણ કહેવાય છે. પૃથ્વી ૨૩.૫ અંશે ઝુકવાથી દિવસ અને રાત્રીના સમયમાં ફેરફાર આવે છે. જેનાથી ઋતુઓ નકકી થાય છે.

રાજકોટમાં કાલે ૧૩ કલાક અને ૧૬ મીનીટની સૌથી મોટી રાત્રીનો અનુભવ થશે. સુર્યોદય ૭ કલાક અને ૨૩ મીનીટે અને સુર્યાસ્ત ૬ કલાક અને ૭ મીનીટે થશે. જયારે અમદાવાદમાં સુર્યોદય ૭ કલાક ૧૭ મીનીટે અને સુર્યાસ્ત પ કલાક ૫૮ મીનીટે, સુરતમાં સુર્યોદય ૭ કલાક ૧૩ મીનીટે અને સુર્યાસ્ત ૬ કલાક ૧ મીનીટે થશે.

સુર્ય તેના આકાશમાં વિચરણમાં ઉતર ગોળાર્ધમાં ૨૩.૫ અક્ષાંશ સુધી જ જાય છે. ત્યાંથી પાછો ફરે છે. તે ૨૩.૫ અંશ ઉત્તર અક્ષાંશને ઓળંગતો નથી. પુથ્વી પર ૨૩.૫ ઉત્તર અક્ષાંશને કર્ક વૃત્ત કહે છે. પૃથ્વી પરના ૨૩.૫ દક્ષિણ અક્ષાંશને મકરવૃત્ત કહે છે. ખગોળીય જ્ઞાનની દ્રષ્ટિએ વિશેષ માહીતી માટે જાથાના કાર્યાલય મો.૯૮૨૫૨ ૧૬૬૮૯ ઉપર સંપર્ક કરવા જયંતભાઇ પંડયાની યાદીમાં જણાવાયુ છે.

(3:34 pm IST)