Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

રાજકોટમાં પોલીસની મેગા ડ્રાઇવઃ હથિયાર સાથે ત્રણ, દારૂ ઢીંચી વાહન હંકારતા પાંચ ઝપટે ચડયા

રાજકોટ તા. ર૦: શહેરના અલગ-અલગ વિસ્તારોમાં પોલીસ દ્વારા મેગા ડ્રાઇવ રાખવામાં આવી હતી. જેમાં જુદા-જુદા વિસ્તારોમાં પોલીસે વાહન ચેકીંગ દરમ્યાન તલવાર, ધોકા અને છરી જેવા હથિયાર સાથે ત્રણ, દારૂ ઢીંચીને વાહન હંકારતા પાંચ અને દેશી દારૂ સાથે ચાર શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ કમિશ્નર ખુરશીદ અહેમદની સૂચનાથી શહેરના અલગ અલગ વિસ્તારોમાં મેગા ડ્રાઇવ રાખવામાં આવી હતી.

જેમાં ભકિતનગર પોલીસ મથકના પીઆઇ વી. કે. ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ પી. બી. જેબલીયા, એએસઆઇ જયુભા પરમાર, હેડ કોન્સ. વિક્રમભાઇ, રણજીતસિંહ પઢારીયા, ભાવેશભાઇ મકવાણા, મયુરસિંહ, વાલજીભાઇ જાડા, રવિરાજભાઇ તથા મનિષભાઇ સહિત સોરઠીયાવાડી સર્કલ પાસે વાહન ચેકીંગમાં હતા ત્યારે ત્યાંથી જીજે.-૩ બી.જી-૧રર૭ નંબરના બાઇક પર પસાર થતા સલીમ ઉર્ફે ગધો જુમ્માભાઇ માલાણી (ઉ.વ. ૩૦) (રહે. જંગલેશ્વર આર.એમ.સી. કવાર્ટર બ્લોક નં. ૬ કવાર્ટર નં. ૬૩) ને પકડી લઇ બે તલવાર, ચાર લાકડાના ધોકા તથા એક પ્લાસ્ટીકના ધોકા સાથે પકડી લીધો હતો. જયારે નાના મૌવા આવાસ યોજના કવાર્ટર બ્લોક નં. ૧૪ કવાર્ટર નં. ૬૩૮ના યાશીન જુમ્માભાઇ શેખ (ઉ.વ. ર૭) ને દારૂ પી બાઇક લઇને નિકળતા પકડી લીધો હતો. બાદ માલવીયાનગર પોલીસ મથકના પીઆઇ એન. એન. ચુડાસમાના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. વેલુભા ઝાલા, હે કોલન્સ. દિપાલસિંહ ભાવેશભાઇ, હરપાલસિંહ, દેવાભાઇ તથા ભાવીનભાઇ સહિત વિશાલ ઉર્ફે વિષ્ણુ રામાભાઇ રાઠોડ (ઉ.વ. ર૭) (રહે. નવલનગર શેરી નં. ૩/૧૮) ને રૂ. પ૦ ની છરી સાથે પકડી લીધો હતો જયારે ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઇ વી. વી. ઓડેદરાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ જે. એમ. ભટ્ટ, સંતોષભાઇ, રાહુલભાઇ, કનુભાઇ, હાર્દિકસિંહ, દિવ્યરાજસિંહ, શૈલેષભાઇ, ગોપાલભાઇ, દિનેશભાઇ તથા દિગ્વિજયસિંહ સહિત વાહન ચેકીંગમાં હતા ત્યારે દારૂ પી જીજે-૩ એફએલ-૩૩૦ર નંબરનું બાઇક લઇને નિકળેલા જીતેન્દ્ર ગોવિંદભાઇ સાખટ (ઉ.વ. ૩ર) (રહે. ગાંધીગ્રામ અક્ષરનગર-ર) ને તથા હનુમાન મઢી ચોક પાસેથી તેજસ સનતભાઇ વ્યાસ (ઉ.વ. ૩૦) (રહે. ભારતીનગર શેરી નં. ૭) ને દારૂ પીધેલી હાલતમાં તથા રૈયા રોડ હનુમાન મઢી ચોક પાસેથી જીતેન્દ્ર પરસોતમભાઇ રાઠોડ (ઉ.વ. ૪૪) (રહે. અલ્કાપૂરી રૈયા રોડ) ને છરી સાથે પકડી લીધો હતો જયારે કુવાડવા રોડ પોલીસ મથકના પીઆઇ પરમારની સુચનાથી હેડ કોન્સ. બી. ડી. ભરવાડ તથા મનીષભાઇ ચાવડા સહિતે દારૂ પી જીજે ૩ કે એન ર૪૪ નંબરનું બાઇક લઇને નિકળેલા કાળુ ઉર્ફે ઠાકર વેરશીભાઇ બારીયા (ઉ.વ. ૪૬) (રહે. કુવાડવા ગામ હુડકો કવાર્ટર) ને તેમજ તાલુકા પોલીસ મથકના પીઆઇ વણઝારાના માર્ગદર્શન હેઠળ એએસઆઇ એ. એમ. જાડેજા તથા રસીકભાઇ સહિતે દારૂ પી જીજે-૩ એચએલ-૬૦૦૮ નંબરનું બાઇક લઇને નિકળેલા હાર્દિક જયેશભાઇ ધાનક (ઉ.વ. ૩૪) (રહે. ગોલ્ડન કોમ્પ. ફલેટ નં. ૧૦૧ નાના મવા રોડ) ને તથા યુનિવર્સિટી પોલીસે રૈયાધાર પાણીના ટાંકા પાસેથી દારૂ પી જીજે ૩ એચપી-૧૩૬૪ નંબરનું બાઇક લઇને નિકળેલા રમેશ ચૂનીભાઇ મકવાણા (ઉ.વ. ૩૭) (રહે. ઇન્દીરાનગર રૈયા ધાર) ને પકડી લીધો હતો.

જયારે દેશી દારૂની ડ્રાઇવમાં થોરાળા પોલીસ મથકના પીઆઇ એસ. એમ. ગડુના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. પી. ડી. જાદવ તથા આનંદભાઇ પરમાર સહિતે શિવાજીનગર શેરી નં. ૧ર માંથી રૂ. ૮૦ના દેશી દારૂ સાથે જડી દેવાભાઇ મકવાણા (ઉ.વ. ૭૦) ને, નવા થોરાળામાંથી રૂ. ર૦૦ ની કિંમતના દેશી દારૂ સાથે ઇશ્વર વાલજીભાઇ પરમાર (ઉ.વ. ર૦) (રહે. નવા થોરાળા મેઇન રોડ) ને ભકિતનગર પોલીસે જંગલેશ્વર આર.એમ.સી. કવાર્ટર બ્લોક નં. ૬ પાસેથી રૂ. ૭૦૦ના દેશી દારૂ સાથે સલીમ ઉર્ફે ગધો, જુમ્માભાઇ માલાણી (ઉ.વ. ૩૦) (રહે. જંગલેશ્વર કવાર્ટર) ને તથા આજીડેમ પોલીસે યુવરાજનગર મકાનમાંથી રૂ. ૪૦ના દેશી દારૂ સાથે વિજય શીવરાજભાઇ ઉધરેજીયા (ઉ.વ. રર) (રહે. યુવરાજનગર) ને તથા કોઠારિયા ગામ પાસેથી રૂ. ૬૦ના દેશી દારૂ સંગીતા વિનોદભાઇ દસાડીયા (ઉ.વ. ર૦) (રહે. કોઠારિયા ગામ સામે ઝુંપડપટ્ટીમાં) ને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(3:45 pm IST)