Gujarati News

Gujarati News

News of Monday, 20th November 2017

નિતિન ભારદ્વાજ-કમલેશ મિરાણીના સ્કુટર પાછળ બેસી વિજયભાઇ -અંજલીબેન દેવદર્શને...

વિજય ભવ :.. રાજકોટના લોકલાડીલા નેતા અને ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીને વિજય તિલક કરી રહેલા તેમના અર્ધાંંગિની અને ચૂંટણીનો સહર્ષ બોજો ઉપાડી રહેલા શ્રીમતી અંજલીબેન રૂપાણી નજરે પડે છે. વિજયભાઇ રાજકોટની બજારમાં સવારે ફર્યા હતાં. લોકોએ તેમને ફુલડે-ફુલડે વધાવી લીધા હતાં. એ પછી કોમનમેનની જેમ ભાજપના વરિષ્ઠ અગ્રણી શ્રી નિતીન ભારદ્વાજના સ્કુટર ઉપર પાછળ  બેસી વિજયભાઇ રણછોડદાસજી આશ્રમેથી ભુપેન્દ્ર રોડ મંદિરે પહોંચ્યા હતાં. ભાજપ શહેર પ્રમુખ શ્રી કમલેશ મીરાણીના સ્કૂટર પાછળ અંજલીબેન બેસી ગયા હતાં. રણછોડદાસજી આશ્રમેથી મોટર છોડી વિજયભાઇ - અંજલીબેન સ્કૂટર ઉપર ભુપેન્દ્ર રોડ મંદિરે પહોંચ્યા હતાં. વિજયભાઇએ વિવિધ મંદિરોએ જઇ આશિર્વાદ લીધા હતાં. જે તસ્વીરોમાં નજરે પડે છે. (તસ્વીરો : અશોક બગથરીયા)

(4:37 pm IST)