Gujarati News

Gujarati News

News of Monday, 20th November 2017

વિજયભાઈની સભામાં મધુરમ કલબના સભ્યો સાફા પહેરી જોડાયા

રાજકોટ (પશ્ચિમ)ની બેઠક પરથી ઉમેદવારી નોંધવનાર મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની સરદાર પટેલની પ્રતિમા પાસે,બહુમાળી ભવન ખાતે સભામાં મધુરમ કલબના મીલન કોઠારીની આગેવાની હેઠળ સંસ્થાના સભ્યો સાફા પહેરી જોડાયા હતા. આ તકે મીલન કોઠારી દ્વારા નાસીકના સુપ્રસિધ્ધ નાસીક ઢોલ સાથે વિજયભાઈનું  અનોખુ  સ્વાગત કરી આકર્ષણ જમાવ્યું હતું.

(4:36 pm IST)