Gujarati News

Gujarati News

News of Monday, 20th November 2017

રાજકોટ ગ્રામ્ય કોંગ્રેસમાં ફરી 'ખડુ'? સુરેશ બથવારે ફોર્મ ભર્યુ !

વશરામ સાગઠિયાનું નામ જાહેર થયા બાદ આજે ઉપરથી સૂચના મળ્યાની ચર્ચા

રાજકોટ, તા. ૨૦ :. ટીકીટ જાહેર થવા સાથે ભાજપ-કોંગ્રેસમા ધમાસણ મચ્યુ છે. આજે રાજકોટ ગ્રામ્ય બેઠક પર કોંગ્રેસ પક્ષમાં 'ખડુ' થયાનો તાલ સર્જાયો છે. ગઈરાત્રે કોેંગ્રેસે જાહેર કરેલી ઉમેદવારીમા રાજકોટ ગ્રામ્યની આ અનામત બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર વશરામ સાગઠિયા જાહેર થતા તેમણે આજે સવારે પોતાની વિધિવત ઉમેદવારી ચૂંટણી તંત્ર સમક્ષ નોંધાવી દીધી હતી. આ વચ્ચે આ બેઠકના દાવેદારોમાં છેલ્લે સુધી પ્રથમ દોડી રહેલા સુરેશ બથવારને આજે મોવડી મંડળ તરફથી ટેલીફોનિક સૂચના મળતા બપોરે તેમણે પણ કોંગ્રેસના ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યાનું જાણવા મળે છે.

ઉલ્લેખનીય છે કે, લોધીકા કોંગ્રેસમાં વશરામ સાગઠિયા કરતા બથવારને વધુ માર્કસ આપવામાં આવે છે. આવતીકાલે ફોર્મ ભરવાના અંતિમ દિવસ સુધી આ બેઠક ઉપર સસ્પેન્સ રહેશે. જે પક્ષ બન્નેમાંથી જેને મેન્ડેટ આપશે તે માન્ય ઉમેદવાર ગણાશે.

(4:30 pm IST)