Gujarati News

Gujarati News

News of Monday, 20th November 2017

પુસ્તક પરિચયઃ ધન્વી-માહી

'આવકાર'થી બેવડાયો ઉત્સાહ, ગુજરાત પ્રિન્ટર્સ ડિરેકટરી વોલ્યુમ-૨ પણ આવવાની તૈયારીમાં

ઓફસેટ પ્રિન્ટર, પેકેજીંગ, ન્યુઝપ્રિન્ટ, બાઇન્ડીંગ, સપ્લાયર્સ, ગ્રાફીક ડિઝાઇનર્સ સહિતની માહિતી સાથે જ ગુજરાતની નામાંકીત કંપનીઓના નામ, સરનામા, ફોન નંબરની જાણકારી એક જ પુસ્તકમાં

રાજકોટ : શહેર સહિત સમગ્ર ગુજરાતના લોકોને ઓફસેટ પ્રિન્ટર, પેકેજીંગ, ન્યુઝ પ્રિન્ટ, બાઈન્ડીંગ, સપ્લાયર્સ, ગ્રાફીકસ ડીઝાઈનર સહિતની માહિતી સાથે જ ગુજરાતભરની નામાંકીત કંપનીઓના નામ, સરનામા અને ફોન નંબર સહિતની તમામ વિગતો સાથે પ્રસિદ્ધ થયેલી ગુજરાત પ્રિન્ટર્સ ડીરેકટર ૨૦૧૭ને અનહદ આવકાર મળતા જ નયનભાઈ રાવલ દ્વારા વધુ માહિતી રસ પિરસાવવા કાજે ગુજરાત પ્રિન્ટર્સ ડિરેકટરી વોલ્યુમ-૨ પણ પ્રસિદ્ધ કરાવવાની તૈયારી પૂરજોશમાં છે.

આ અંગે મુળ અમદાવાદના શ્રી નયનભાઇ રાવલ દ્વારા 'ગુજરાત પ્રિન્ટર્સ ડિરેકટરી-૨૦૧૭'માં ઓફસેટ, પ્રિન્ટર, પેકેજીંગ, ન્યુઝપ્રિન્ટ, બાઇન્ડીંગ, સપ્લાયર્સ, ઇન્ક, પેપટર, કેમીકલ, પ્લેટ, પ્રિન્ટીંગ મશીન મેન્યુફેકચરીંગ, બાઇન્ડીંગ મશીન મેન્યુફેકચરીંગ, ગ્રાફીક ડીઝાઇનર્સ, મીકેનીકલ સહિતની માહિતી ઉપલબ્ધ છે... ૧૦ વર્ષ અગાઉ  આવી ડિરેકટરી બની હતી, ત્યારે હવે આ ડિરેકટરીમાં નાનામાં નાના વ્યકિતથી માંડી મોટામાં વ્યકિતઓના નામ, સરનામા સહિતની વિગતો મેળવવામાં સૌને આશાની રહે છે.

 'ગુજરાત પ્રિન્ટર્સ ડિરેકટરી-૨૦૧૭' બનાવનાર શ્રીનયનભાઇ મનુભાઇ રાવલ(મો. ૯૯૨૫૨ ૩૦૭૯૯-ફોન-૦૭૯-૪૦૦૬૨૬૭૪) ની વાત કરીએ તો તેઓ આ વ્યવસાય સાથે છેલ્લા ૨૦ વર્ષથી અને તેમના પિતા છેલ્લા ૧૦ વર્ષથી જોડાયેલા છે. તેઓ પ્રિન્ટીંગને લગતી દરેક મશીનોના સપ્લાય અને ટ્રેડીંગનું 'નયન ગ્રાફીકસ' ના નામે કાર્ય કરે છે. તેઓના પિતાની આર. મનુભાઇ એન્ડ સન્સના નામે વડોદરા અને અમદાવાદમાં ઓફસ કાર્યરત છે. .. ૪૦૦ પૈઈજની મલ્ટી કલરથી મઢાયેલી પ્રથમ ડિરેકટરીની કિંમત રૂ. ૭૫૦ છે, જ્યારે આગામી માર્ચ મહિનામાં આવનાર ગુજરાત પ્રિન્ટર્સ ડીરેકટરી વોલ્યુમ-૨ની કિંમત ૧૦૦૦ રૂ. રાખવામાં આવી છે. તેમા પણ ઓફસેટ, પેકેજીંગ, ફલેકશો, ન્યુઝ પેપર, પોલીબેગ, લેબલ, ડીઝાઈનર, બેંક તથા પ્રિન્ટીંગને લગતા  તમામ વેપારીઓની   જાણકારી  ઉપલબ્ધ  થનાર છે... વિશેષ માહિતી માટે WWW.GPD2017.COM, WWW.GUJRAT prenters Directory.com  અથવા ૩૧૧-આનંદ મંગલ કોમ્પલેક્ષ, સી.જી. રોડ, નવરંગપુરા,     અમદાવાદ ખાતે રૂરૂ સંપર્ક સાધી શકાય છે.

 

(9:12 am IST)