Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

'હારશે કોરોના-જીતશે રાજકોટ'ના નાદ સાથે મુખ્યમંત્રી અને ડોકટર્સનો આભાર વ્યકત કરે છે નટુભાઇ કોટક

તબિબોની શિતળ છાંયા અને આપ્તજન સમી હુંફનો અનુભવ લઇને ઘરે પાછા આવી રહ્યા છે દર્દીઓ : કોરોના પોઝિટિવ આવતાં ૧૦ દિવસ હોમ આઇસોલેશનમાં રહ્યાઃ પછી કોવિડમાં સઘન સારવારથી થયા સાજા

રાજકોટ,તા. ૨૦: 'સૌ પ્રથમ તો હું મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને સર્વે તબીબ ટીમનો અંતઃકરણથી આભાર માનું છું. સરકારના નક્કર નિર્ણયો અને તબીબોની ઉત્ત્।મ સારવારને કારણે આજે અનેક લોકો કોરોનાથી મુકત થઈને પોતાના સ્નેહીજનો પાસે પરત ફર્યા છે. કોરોનાના આ કપરા કાળમાં મને સંવેદનશીલ રાજય સરકારની સંવેદનાનો અનુભવ થયો છે. કોવીડ હોસ્પિટલની હદયસ્પર્શી અને સંતોષકારક કામગીરીનો અનુભવ લઈને આજે હું સુખરૂપ અને સ્વસ્થ થઈને ઘરે જઈ રહ્યો છું આ ઋણાનુબંધ દર્શાવતા શબ્દો છે નટુભાઈ કોટકના.'

૭ તારીખના રોજ કોરોના પોઝીટીવ આવેલ નટુભાઈ ૧૦ દિવસ હોમ આઈસોલેશનમાં રહ્યા હતા. શ્વાસ લેવામાં વધુ તકલીફ થતાં સારવાર અર્થે રાજકોટ કોવીડ-૧૯ હોસ્પિટલમાં દાખલ થયા હતા. ત્યાં મળેલી સારવાર અંગે પ્રતિભાવ આપતા નટુભાઈએ જણાવ્યું હતું કે, 'ઓકિસજન લેવલ ડાઉન થતાં મારે હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું.

શ્વાસ લેવામાં તકલીફ પડતાં મને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યો હતો. તબીબોની સદ્યન દેખરેખને કારણે બે દિવસ વેન્ટીલેટર પર રહ્યો ત્યાં મારું ઓકિસજન લેવલ નોર્મલ થઈ ગયું હતું.'

ડોકટર્સોની કાબિલેદાદ કામગીરી અંગે જણાવતાં તેઓ કહે છે કે તેઆ દ્વારા દરેક દર્દીઓના આરોગ્યની ચકાસણી આયોજનબધ્ધપૂર્વક કરવામાં આવી રહી છે. એકદમ પોઝીટીવ એપ્રોચ, પારિવારીક હુંફ સાથે સારવાર આપતા ડોકટર્સ અભિનંદનને પાત્ર છે. રાજય સરકારે પણ જનતાની સુખાકારી માટે પરિણામલક્ષી કામગીરી કરી છે. જેનું ફળ આપણી સામે છે કે રાજકોટમાં કોરોના ધીમે ધીમે કાબુમાં આવી રહ્યું છે. અવશ્ય હારશે કોરોના જીતશે રાજકોટ તેમ નટુભાઈએ કહ્યું હતું.

આમ સરકારના સંનિષ્ઠ પ્રયાસો અને કર્મયોગી આરોગ્ય કર્મીઓની ઉદ્દાત ભાવનાઓનો સ્પર્શ કરીને અનેક લોકો દુઆઓ આપીને પોતાના સ્વગૃહે પરત ફરી રહ્યા છે. જે સરકાર અને તબીબ જગત માટે ગર્વની બાબત છે.

(2:58 pm IST)