Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

વોર્ડ નં.૨માં શ્રીજી નગર પેવિંગ બ્લોકથી મઢાશેઃ કામનો પ્રારંભ

રાજકોટઃ મ્યુ.કોર્પોરેશનના શાસકો દ્વારા 'સૌનો સાથ સૌનો વિકાસ' સાથે શહેરીજનો માટે જુદા જુદા વિકાસના કર્યો કરવામાં આવેલ છે. તેવા જ એક ભાગરૂપે વોર્ડ નં.૨માં આવેલ શ્રીજી નગર વિસ્તારમાં રોડના સાઈડના પડખામાં પેવિંગ બ્લોક નાખવાના કામનું ખાતમુહૂર્ત રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, વોર્ડ નં.૨ના કોર્પોરેટર મનીષભાઈ રાડીયા, જયમીનભાઇ ઠાકર, ડો.દર્શિતાબેન શાહ, તથા સોફીયાબેન દલના હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે વોર્ડ નં.૨ ભાજપના પ્રભારી નરેન્દ્રસિંહ ઠાકુર, વોર્ડ નં.૨ ભાજપના પ્રમુખ અતુલભાઈ પંડિત, વોર્ડ નં.૨ ભાજપના મહામંત્રી દશરથભાઈ વાળા, ભાવેશભાઈ ટોયટા, ધર્મેન્દ્રભાઈ મિરાણી, ગુલાબસિંહ જાડેજા, રાજુભાઈ પારેખ, કૌશિકભાઈ અઢીયા, નીલેશભાઈ વ્યાસ, ધૈર્ય પારેખ, દીપાબેન કાચા, ભાવનાબેન, અર્ચનાબેન તથા શ્રીજીનગરના વિસ્તારવાસીઓ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(2:53 pm IST)