Gujarati News

Gujarati News

News of Saturday, 20th October 2018

રઘુવંશી પરિવાર રાસોત્સવ સંપન્નઃ પ્રિન્સ કેવિન ભીમાણીઃ પ્રિન્સેસનો તાજ કોમલ ભોજાણીના શીરે

રાજકોટઃ રઘુવંશી પરિવાર – રાજકોટ દ્વારા પ્રથમ વાર ''અકિલા રઘુવંશી પરિવાર રાસોત્સવ– ૨૦૧૮'' ના ફકત સમાજનાં ખેલૈયાઓ માટે થયેલ આયોજનમાં નવલાં નોરતાના નવ દિવસો દરમ્યાન સમાજનાં ૬ વર્ષ થી માંડીને ૬૦ વર્ષ સુધીના તમામ ખેલૈયાઓએ રાસ – ગરબાની રમઝટ બોલાવી હતી.

માં જગદંબાની આરતીથી શરૂ કરી, વિધ્નહર્તા ગણપતિ દાદાની સ્તુતિથી મેગા ફાઇનલનો પ્રારંભ થયો હતો, ઢોલ ઉપર પ્રથમ દાંડી જયાં પડી ત્યાં જ શરણાઇઓના સૂર છેડાયા અને સુમધુર કોકિલ કંઠેથી શરૂ થયું, મને વ્હાલું લાગે જલારામનું નામ..., તન મન ધન બાપાના ચરણોમાં..., મારૂ મન મોર બની થનગનાટ કરે..., ઓધાજી મારા વાલાને..., આલા લીલા વાંસળીયા રે વગાડો..., વાંકી વળું તો મારી કેડ વળી જાય...નીચી નમું તો મારી ડોક નમી જાય..., અને એ સાથે જ નવ દિવસ સુધી બનેલા પ્રિન્સ – પ્રિન્સેસ ઝૂમી ઉઠ્યા. બાળખેલૈયાઓથી માંડી ને સિનિયર સિટીઝન સુધીના તમામ ખેલૈયાઓએ જોરદાર રસાકસી ભરેલા વાતાવરણમાં રાસની એવી રમઝટ બોલાવી હતી. દરેક ગ્રૂપના ખેલૈયાઓમાંથી બેસ્ટ ઓફ બેસ્ટની પસંદગી માટે નિર્ણાયકોએ ખેલૈયાઓને અલગ – અલગ રાઉન્ડમાં રમાડેલ હતા.

રઘુવંશી પરિવારના મેગા ફાઇનલમાં જજ તરીકે કિર્તિ શિંગાળા, મેહુલ રાડીયા, ઈલેશ મહેતા, રીધીશ નાંઠા, ફાલ્ગુની શાહ, ધામી ભટ્ટ,  હેતલ દવે, નિરાલી દવેએ અલગ – અલગ ગ્રૂપમાં સેવા આપી હતી.

આજના મેગા ફાઇનલમાં બેસ્ટ ઓફ ધી બેસ્ટ રઘુવંશી ખેલૈયાનો તાજ કિંગ કેવિન ભીમાણી (હોન્ડા બાઈક) તેમજ કિવન કોમલ ભોજાણી (એકટીવા - આઈ) ને મળેલ હતો. ગ્રુપ એ (જેન્ટસ) માં મીત કારીયા (વોશિંગ મશીન), જીત પોપટ (સાઇકલ), વિશેષ ઉનડ્કટ (૩૨ ઇંચનું LED TV), પાર્થ દાવડા (ડાઈનિંગ ટેબલ) તથા (લેડીઝ)માં ઋત્વી નથવાણી (૩૨ ઇંચનું LED TV), ધાર્મી પોપટ (સાઇકલ), ફ્લોરેશ વિમાણી (વોશિંગ મશીન), પલ કારીયા (૩૨ ઇંચનું LED TV), રીયા બુદ્ઘદેવ(ફ્રીઝ) તેમજ ગ્રૂપ બી (જેન્ટસ)માં સંસ્કાર તન્ના (વોશિંગ મશીન), અલ્પેશ અઢીયા (૩૨ ઇંચનું LED TV), રોનક સેજપાલ(ફ્રીઝ) તથા (લેડીઝ)માં થ્વિશા કારીયા (૩૨ ઇંચનું LED TV), પુજા ઓંધિયા (ડાઈનિંગ ટેબલ), ભૂમિ પંચમતિયા (વોશિંગ મશીન) ના  ઈનામો અપાયા હતા. સીટી  ન્યુઝનાં શ્રી નિતિનભાઈ નથવાણી દ્વારા આ સમગ્ર રાસોત્સવને આર. સી. સી - ડેન નેટવર્કની ચેનલ નંબર ૪૬૪ પરથી સમગ્ર રાજકોટમાં પ્રસારિત કરવામાં આવેલ.

રઘુવંશી પરિવાર રાસોત્સવ – ૨૦૧૮ને સફળ બનાવવા રઘુવંશી પરિવારના અગ્રણીઓ સર્વેશ્રી  પરેશભાઈ વીઠલાણી,  હસુભાઈ ભગદેવ, પ્રતાપભાઈ કોટક,  રાજુભાઇ રૂપમ, શૈલેષભાઈ પાબારી, રાકેશભાઈ પોપટ, પ્રકાશભાઈ સોમૈયા, શિલ્પાબેન પૂજારા, શીતલબેન બુદ્ઘદેવ, તરુબેન ચંદારાણાં તેમજ રઘુવંશી પરિવારની યુવા ટીમ કૌશિકભાઈ માનસત્તા, કલ્પેશભાઇ તન્ના, કલ્પેશભાઇ બગડાઈ, ધર્મેશભાઈ વસંત, મેહુલભાઈ નથવાણી, ઉમેશભાઈ સેદાણી, વિમલભાઈ વડેરા, અશ્વિનભાઈ જોબનપુત્રા, ડો. હાર્દીપભાઈ રૂપારેલ, જતીનભાઈ દક્ષીણી, પિન્ટુભાઈ માણેક, નિશિતભાઈ જીવરાજાની, હાર્દિક ચાંદ્રાણી, દર્શીત રુપારેલિયા, મયુરભાઈ અનડ્કટ, સમીરભાઈ રાજાણી, કિરીટભાઇ કેસરિયા, અશ્વિનભાઈ બુદ્ઘદેવ, અમિતભાઈ અઢીયા, મનોજભાઇ ચતવાણી, ભરતભાઈ જલીયાણ, ધવલ પાબારી, હિરેનભાઇ કારીયા, વિપુલભાઈ કારીયા, મોહિત નથવાણી, કેજસ વિઠલાણી, હિમાંશુ કારીયા, ધનેશભાઈ જીવરાજાની, કાનાભાઇ સોનછત્રા, મહેશભાઇ કકકડ, વિજયભાઈ મહેતા, નિલેષભાઈ જોબનપુત્રા, યશ અજાગીય, દર્શન કક્કડ) વગેરેએ જહેમત ઉઠાવી હતી.

(4:01 pm IST)
  • રાજકોટ મનપાની જનરલ બોર્ડમાં હોબાળો:કોંગી કોર્પોરેટરોની અટકાયત:જનરલ બોર્ડની બેઠકમાં હોબાળો :ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટર સામસામે આક્ષેપો access_time 1:37 pm IST

  • સુરેન્દ્રનગર:શહેરમાં પસાર થતી દુધરેજ નર્મદા કેનાલમાં અગમ્ય કારણોસર વૃદ્ધ દંપતીએ ઝંપલાવતા પતિનું મૌત નીપજ્યું :પાલિકા ફાયર ફાયટર ટિમ દ્વારા વૃધ્ધ પત્નીને બચાવી લેવામાં આવી:પોલીસે ધટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી access_time 8:38 pm IST

  • કર્ણાટકના પ્રસિદ્ધ લિંગાયત સંત સિદ્ધલિંગ સ્વામીનું ઉત્તર-પશ્ચિમ ક્ષેત્રના ગદાંડમાં નિધન : સિદ્ધલિંગ સ્વામીના તોતાડાર્ય મઠના એક સભ્યે આ માહિતી આપી :મુખ્યમંત્રી કુમારસ્વામીએ સિદ્ધલિંગ સ્વામીના નિધન પર ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી access_time 12:42 am IST