Gujarati News

Gujarati News

News of Saturday, 20th October 2018

ભાજપ અગ્રણી જીતુભાઈ મહેતાના દશેરાએ જન્મદિને હવન - શસ્ત્રપૂજન

રાજકોટ : ભાજપ અગ્રણી અને સમસ્ત બ્રહ્મસમાજ સૌરાષ્ટ્ર - કચ્છના ટ્રસ્ટી એવા શ્રી જીતુભાઈ મહેતાનો દશેરાએ જન્મદિવસ હતો. દર વર્ષની જેમ આ વર્ષે પણ તેઓના જન્મદિવસની સેવામય રીતે ઉજવણી થઈ હતી. તેમના નિવાસસ્થાન રામનાથપરા ખાતે હવનનું આયોજન કરવામાં આવ્યુ હતું. સનાતન ધર્મના તહેવાર વિજયાદશમીના પાવન અવસરે શ્રી જીતુભાઈ મહેતાના જન્મદિને ગાયત્રી મંદિરે ગાયત્રી યજ્ઞ અને શાસ્ત્રોકતવિધિથી શસ્ત્રપૂજાનું પણ આયોજન થયુ હતું. ભગવાન પરશુરામના પરમ ભકત એવા જીતુભાઈ જન્માષ્ટમીની શોભાયાત્રામાં ઘણા વર્ષો સુધી સેવા સાથે આગેવાની લીધી હતી. ગઈકાલે તેમના જન્મદિને મિત્રવર્તુળો તેમજ બ્રહ્મ અગ્રણીઓએ તેઓને શુભેચ્છા પાઠવી હતી. (મો.૯૪૨૬૨ ૫૦૭૧૧)

(4:24 pm IST)