Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

સિનેમા ગૃહોમાં મચ્છરોઃ ગેલેકસી-ગીરનાર રાજશ્રીમાં ચેકીંગઃ ૩૦ હજારનો દંડ વસુલાયો

રાજકોટઃ મ્યુનિ. કમિશનરશ્રી ઉદિત અગ્રવાલની સૂચના અનુસાર આરોગ્ય શાખાની ટીમ દ્વારા જયાં લોક સમુદાય વધુ એકત્રિત હોય તેવી પ્રિમાઇસીસમાં મચ્છર ઉત્પતિ સબબ ચેકીંગ અભિયાન હાથ ધરવામાં આવેલ છે. જે સબબ રાજકોટ શહેરના દરેક સિનેમાઘરોમાં ચેકીંગ હાથ ધરવામાં આવેલ જેમાં  ગીરનાર સિનેમા ખાતે ગ્રાઉન્ડ ફલોર ખાતે કચરો ભરવાના ડબ્બામાં તથા ભંગારમાં ભરાયેલ વરસાદી પાણીમાં તથા ગાડીના ટાયરમાં ભરાયેલ વરસાદી પાણીમાં મચ્છરના પોરા જોવા મળેલ.  રાજેશ્રી સિનેમા ખાતે અગાસી પરની સિમેન્ટની ટાંકી અને પ્લાસ્ટિકની ડોલમાં તથા પાર્કિંગમાં જમા પાણીમાં મચ્છરના પોરા જોવા મળેલ.  ગેલેકસી સિનેમા ખાતે પાર્કિંગમાં જમા પાણી, પાર્કિંગ પાછળના ભંગારમાં, પાર્કિંગ પાછળ ગેંડીમાં, અગાસી પરની સિમેન્ટની ટાંકીમાં મચ્છરના પોરા જોવા મળેલ. આથી આ બાબતે કુલ ૩૦,૮૦૦નો દંડ વસુલાયાનું મેલેરિયા વિભાગની યાદીમાં જણાવાયું છે.

(3:57 pm IST)