Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

ભાજપ મહિલા મોરચા દ્વારા વૃદ્ધાશ્રમના વડીલોને ભોજન

 દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસ અંતર્ગત શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, મહામંત્રી દેવાંગ, માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપ દ્વારા 'સેવા સપ્તાહ' ચાલી રહ્યું છ.ે અંતર્ગત શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારદ્વાજ, શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કેતન પટેલ સહિતના ઉપસ્થિતિમાં અને શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, પ્રમુખ નયનાબેન પેઢડીયા, મહામંત્રી પુનીતાબેન પરેખ, કીરણબેન માંકડીયાની આગેવાની હેઠળ સદ્દભાવના વૃદ્ધાશ્રમના વડીલોને ભોજન કરાવાયું હતું. આ તકે ભાનુબેન બાબરીયા, રક્ષાબેન બોળીયા, કંચનબેન સિદ્ધપુરા, અલ્કાબેન કામદાર, જાગૃતિબેન ઘાડીયા, જયોત્સનાબેન ટીલાળા, શીલ્પાબેન જાવીયા, જયાબેન ડાંગર, વર્ષાબેન રાણપરા, કીર્તિબા રાણા, રીટાબેન પટેલ, કીન્નરીબેન ચૌહાણ સહીતના ઉપસ્થિત રહ્યા હતા.

(3:42 pm IST)